WhatsApp Image 2020 08 31 at 11.41.51 AM

જામનગર શહેરમાં ભારે વરસાદ પછી લાલ બંગલા વિસ્તાર આસપાસ ના સરકારી સંકુલો માં પાણી ઘૂસ્યા

રિપોર્ટ:જગત રાવલ

જામનગર શહેરમાં ગઈકાલે સાંજે પડેલા ભારે વરસાદ પછી લાલ બંગલા નજીકના વિસ્તારમાં આવેલા તમામ સરકારી સંકુલો માં પાણી ઘૂસ્યા હતા. જામનગરની જિલ્લા પંચાયતની કચેરીનું પટાંગણ પાણીનું તળાવ બની ગયું હતું, અને વધુ પાણી જુદી જુદી કચેરીઓમાં ઘૂસી ગયા હતા, જેથી જિલ્લા પંચાયતના કર્મચારીઓમાં ભારે દોડધામ થઇ હતી.

આ ઉપરાંત પત્રકાર સોસાયટી નજીક આવેલી તાલુકા પંચાયતની કચેરીમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા હતા અને સરકારી સંકુલમાં નુકસાન પણ થયું છે. કેટલુંક સાહિત્ય પલળી ગયું હોવાના અહેવાલો મળતા તાલુકા પંચાયત નો સ્ટાફ રવિવારની રજાના દિવસે પણ દોડતો થયો હતો.
આ ઉપરાંત લાલ બંગલા સ્થિત સરકીટહાઉસ મા પાણી ઘૂસ્યા હતા,

WhatsApp Image 2020 08 31 at 11.41.50 AM

જ્યારે સીટી ડીવાયએસપીની કચેરી, જામનગર ગ્રામ્ય સીપીઆઇની કચેરી, વાયરલેસ ની કચેરી સહિત સરકારી સંકુલો માં વરસાદી પાણી ની અસર જોવા મળી હતી. જામનગરના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ની બહાર પણ દોઢથી બે ફૂટ પાણી ભરાયેલું જોવા મળ્યું હતું.