Teacher dholka

Ahmedabad: ધોલેરા સ્થિતિ શાળામાં અલ્પેશભાઈ રવિયા શિક્ષણ સહાયક તરીકે જોડાયા, કહ્યું- માતા પિતાની અંતિમ ઈચ્છા આજે સાકાર થઇ

  • Ahmedabad: પરિવારજનોએ તીલક કરી રાજ્યના શિક્ષણ સેવા યજ્ઞમાં જોડાવા આશીર્વચન આપ્યા

અહેવાલ- અમિતસિંહ ચૌહાણ

અમદાવાદ, 01 જૂનઃAhmedabad: “આમ જુઓ તો બુઝાયેલો તિખારો છું,બસ ચળકી નથી શક્યો,નહી તો હું ય સિતારો છું” આ શબ્દો છે શિક્ષણ સહાયક તરીકે નવનિયુકત થયેલા અલ્પેશ ભાઇ રવીયા ના.. અમદાવાદ જિલ્લાના ધોલેરા સ્થિત શાળામાં અલ્પેશભાઈ રવિયાના વર્ષોના અથાગ પરિશ્રમના પરિણામ સ્વરૂપ આજે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે શિક્ષણ સહાયકનું નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યો હતો.

Ahmedabad


લાંબા સમયથી ખાનગી શાળામાં નોકરી કરતા-કરતા સરકારી શિક્ષક તરીકે રાજ્ય શિક્ષણ સેવામાં જોડાવવા ઝંખના સેવી રહ્યા હતા. જે માટે તેઓએ અથાગ પરિશ્રમ કર્યો. દિકરો સરકારી નોકરીમાં જોડાય તેવી અલ્પેશભાઇના માતા-પિતાની પણ ઇચ્છા હતી જે તેઓની અંતિમ ઇચ્છા બની રહી હતી.

Ahmedabad

કોરોનાકાળમાં એક સમય એવો પણ આવ્યો કે જેમાં અલ્પેશભાઇએ રોજગાર વિના ઘરે બેસી રહેવું પડ્યું પરંતુ હાર ન માની. તેઓને રાજ્ય સરકારની પારદર્શિતા અને ગતિશીલ રાજ્ય સરકારની નાગરિકો પ્રત્યેની કટિબધ્ધતા પર સંપૂર્ણ પણે વિશ્વાસ હતો. જેના પરિણામ સ્વરૂપ તેમના ધૈર્ય અને ધીરજના મીઠા ફળ આજે મળ્યા. અલ્પેશભાઇ રવીયાને જ્યારે આજે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતેથી શિક્ષણ સહાયક તરીકેની નિયુક્ત માટેનુ પત્ર એનાયત કરવામાં આવ્યું ત્યારે લાગણીસભર બનીને હર્ષભેર તેઓએ આ નિમણૂક પોતાના મારા માતા-પિતાને સમર્પિત કરી હતી.તેઓએ કહ્યું કે, રાજ્ય શિક્ષણ સેવામાં જોડાવવામાં મારી સાથે મારા માતા-પિતાએ પણ અથાગ મહેનત કરી હતી જેના પરિણામ સ્વરૂપ જ આજે મને સફળતા મળી છે.

Ahmedabad

ગતિશીલ રાજ્ય સરકારના પારદર્શી વહિવટના કારણે આજે મારા સહિત ૨૯૩૮ શિક્ષણ સહાયકોને સરળતાથી નિમણૂક પત્ર મળ્યા છે. અમને રાજ્ય શિક્ષણ સેવામાં જોડાવાનો અનેરો આનંદ છે તેમ અલ્પેશભાઈ એ કહ્યું હતું. મારી શિક્ષણ પ્રત્યેની ફરજ હું નિષ્ઠાપૂર્વક નિભાવીને રાજ્ય શિક્ષણને નવા આયામો પર પહોંચાડે તેવી લાગણી વ્યક્ત કરીને તેઓએ ઉમેર્યુ કે, મારા વિદ્યાર્થીઓને સદંતર સફળતાના શિખરો પ્રાપ્ત કરવા પ્રેરણા આપીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે ખંતપૂર્વક મહેનત કરીશ. અત્રે નોંધનીય છે કે, આજે રાજ્ય શિક્ષણ વિભાગના ૨૯૩૮ શિક્ષણ સહાયકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા છે.આ નવનિયુક્ત શિક્ષણ સહાયકો જોડાવાથી રાજ્ય શિક્ષણ વિભાગનું માનવબળ વધુ મજબૂત બન્યું છે.

આ પણ વાંચો…

યે રિશ્તા ક્યા કહેલાતા હૈનો નૈતિક એટલે કે કરણ મહેરા (karan mehra) થયો ગિરફ્તાર, જાણો શું છે કારણ?