58fcd2b9 c692 4813 b404 3b0f13c657ea

Ahmedabad: અમિત શાહે ગ્રામ્ય જિલ્લામાં સાડા પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત ૬ પોલીસ સ્ટેશન અને નાયબ પોલીસ અધિક્ષક કચેરીના વર્ચ્યુઅલ કર્યુ લોકાર્પણ

Ahmedabad:

ગાંધીનગર, 16 સપ્ટેમ્બરઃ Ahmedabad: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં સાડા પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત ૬ પોલીસ સ્ટેશન અને નાયબ પોલીસ અધિક્ષક કચેરીના વર્ચ્યુઅલ લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતીમાં સંપન્ન કર્યા હતા

રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતીને વધુ સુદ્રઢ કરવાના અનેક નવતર આયામો અપનાવી રાજ્ય સરકારે નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કાયદો વ્યવસ્થાની સ્થિતીમાં આમૂલ ચૂલ પરિવર્તન કર્યુ છે તે માટે ગૃહ મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા. ગૃહમંત્રીએ જણાવ્યું કે, ભુતકાળમાં ગુજરાતની છબિ કરફયુ કેપિટલ અને છાશવારે રમખાણો થતા રાજ્યની હતી.

259d5e09 6bc1 4ee9 9c98 61ed83e188c8


હવે, રાજ્ય પોલીસે અદ્યતન ટેકનોલોજી, કૌશલ્યવર્ધન યુકત કર્મીઓની સમયબદ્ધ ભરતી, ગુજસિટોક જેવા કાનૂની ઢાંચાને નક્કર સમર્થનથી ગુજરાતને શાંત, સલામત, સુરક્ષિત અને વિકસીત રાજ્યની ઓળખ અપાવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે રાજ્યના વિકાસમાં કાયદો વ્યવસ્થાની સંગીન સ્થિતી અને લોકોની સુરક્ષાને પાયા રૂપ ગણાવ્યા હતા.

આ પણ વાંચોઃ Time magazine 100 most influential people 2021: ટાઇમે PMમોદીને હિન્દુ રાષ્ટ્ર તરફ લઈ જનારા ‘કટ્ટર’ અને બરાદર ‘ઉદાર’ ગણાવ્યાં..!

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહના દિશાદર્શનમાં ગુજરાત પોલીસ બિટ પોલીસીંગથી સ્માર્ટ પોલિસીંગ તરફ સફળતાપૂર્વક આગળ વધી છે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. ભુપેન્દ્રભાઇ પટેલે પોલીસ દળના સાયબર આશ્વસ્ત, વિશ્વાસ પ્રોજેકટ, ૧૦ હજાર જવાનોને ૭૧ કરોડના ખર્ચે અપાનારા બોડીર્વોન કેમેરા જેવી સુવિધાઓથી રાજ્યના નાગરિકોની જાન-માલ સુરક્ષા, કાયદો વ્યવસ્થા જાળવણીમાં નવું બળ મળ્યું છે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

07c3521b 9df1 482b b2d7 62dc9ba12eea


ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા, પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ ગાંધીનગરથી સહભાગી થયા હતા. સાણંદ ધારાસભ્ય કનુભાઇ, ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અગ્રણી પ્રદિપસિંહ વાઘેલા તેમજ અમદાવાદ રેન્જ આઇ.જી. કલેકટર અને પોલીસ અધિક્ષક વગેરે કાર્યક્રમ સ્થળેથી આ વર્ચ્યુઅલ લોકાર્પણમાં જોડાયા હતા.

Whatsapp Join Banner Guj