metro amdavad

Ahmedabad Metro Income: આઈપીએલ અને વેકેશનમાં અમદાવાદ મેટ્રોને થઈ કરોડોની આવક, જુઓ આંકડાઓ…

Ahmedabad Metro Income: મે મહિનામાં 20 લાખથી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી હતી જેના કારણે મેટ્રોને 3.16 કરોડ઼ રુપિયાની આવક થઈ

અમદાવાદ, 02 જૂનઃ Ahmedabad Metro Income: અમદાવાદ મેટ્રોમાં મુસાફરોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે. તેવામાં મે મહિનામાં વેકેશન હોવાથી મેટ્રોને મોટી સંખ્યામાં મુસાફરો મળ્યા હતા. એક મહિનામાં 20 લાખ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી હતી જેના કારણે મેટ્રોની આવક 3.16 કરોડ રુપિયા થઈ છે. એપ્રિલ મહિનાની સરખામણીએ આ આવક વધી છે. તેમાં પણ કેટલાક આંકડા પર નજર નાખીએ તો આવકમાં પણ એપ્રિલ મહિનાની સરખામણીએ મોટો ફર્ક પડ્યો છે. જે આ મુજબ છે.

એપ્રિલ મહિનામાં 15.66 લાખ મુસાફરો

મેટ્રોને એપ્રિલ મહિનામાં 15,66,568 મુસાફરો મળ્યા હતા જ્યારે મેટ્રોને 2,40,45,916ની આવક આ સમયગાળા દરમિયાન થઈ છે.

મે મહીનામાં 3.16 લાખની આવક

મે મહિનામાં મેટ્રોને એપ્રિલની સરખામણીએ વધુ પેસેન્જરો મળ્યા હતા 20,053,74 પેસેન્જર્સ મળ્યા હતા જ્યારે આવક 3.16 લાખથી વધુ થઈ હતી. એટલે કે મે મહિનામાં જ 4.38 લાખ પેસેન્જર્સ વધુ મળ્યા હતા જ્યારે 75.54 લાખની આવક પણ થઈ હતી.

મેટ્રો અત્યારે અમદાવાદમાં બે રુટ પર પૂર્વથી પશ્ચિમને જોડતા ચાલી રહી છે. વસ્ત્રાલથી થલતેજ રુટ કે જે મોટો રુટ છે જ્યાં પેસેન્જર્સની સંખ્યા વધું છે આ ઉપરાંત અન્ય એક રુટ મોટેરાથી એપીએમસી સેન્ટર સુધીનો છે આ રુટ પર આઈપીએલના કારણે આવક વધું થઈ હતી.

કેમ કે, આઈપીએલની કેટલીક મેચો અહીં રમાઈ હતી ત્યારે સ્ટેડીયમ પાસે જ મેટ્રોનું સ્ટેશન છે મેટ્રો તેના કારણે રાત્રે 1 કલાક સુધી ચાલું રહેતી હતી. જેથી મુસાફરોની સંખ્યામાં પણ વધારો થયો છે. જેના કારણે આ રુટ પર પણ આવકમાં વધારો થયો છે.

આ પણ વાંચો… Joe Biden Video: ખરાબ રીતે પડી ગયા વિશ્વના સૌથી ફિટ લીડર જો બાઇડન, અહીં જુઓ વીડિયો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો