Storm in Arabian Sea

Gujarat Rain update: ગુજરાતમાં મોડો પડી શકે છે વરસાદ, જાણો શું છે કારણ…

Gujarat Rain update: અરબી સમુદ્રમાં વાવાઝોડાના કારણે ગુજરાતમાં ચોમાસું મોડું આવી શકે છે

અમદાવાદ, 02 જૂનઃ Gujarat Rain update: અરબી સમુદ્રમાં વાવાઝોડાનું જોખમ મંડરાઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં ચોમાસા દરમિયાન તેની અસર થઈ શકે છે. જેના કારણે ગુજરાતમાં ચોમાસાનો સિઝન મોડો આવી શકે છે.

એક તરફ દેશમાં ચોમાસું જૂન મહિનામાં બેસી ગયું છે ત્યારે 20 તારીખ આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસી રહ્યું છે ત્યારે તેની અસર પણ ગુજરાતમાં વર્તાશે. વાવાઝોડાના કારણે ચોમાસું મોડું આવી શકે છે. તેમાં પણ આ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર સહીતના વિસ્તારોમાં અસર થઈ શકે છે.

આ વાવાઝોડું જૂનના બીજા અઠવાડીયામાં સર્જાય તેવી શક્યતા છે. અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવા માટેનો આ અનુકૂળ સમયમાં જો કે, આ વાવાઝોડું ઓમાન તરફ પણ ફંટાઈ શકે છે. દરિયામાં જ વાવાઝોડું વિખરાય તો પણ ભારે વરસાદ આવી શકે છે.

ગુજરાતમાં મે મહિનાના એન્ડમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો ત્યારે આગામી સમયમાં ચોમાસું બેસી રહ્યું છે ત્યારે અરબી સમુદ્રમાં વાવઝોડું પણ આ મહિનામાં દરમિયાન આવી શકે છે. જો વાવાઝોડું ફંટાય તો ગુજરાતમાં તેની અસર ઓછી વર્તાઈ શકે છે. વાવાઝોડાના કારણે રાજ્યમાં નુકસાની પણ વેઠવાનો વારો આવતો હોય છે.

આ પણ વાંચો… Ahmedabad Metro Income: આઈપીએલ અને વેકેશનમાં અમદાવાદ મેટ્રોને થઈ કરોડોની આવક, જુઓ આંકડાઓ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો