ambaji bhajan dhun

Ambaji Akhand dhun: અંબાજી માં ચૈત્રી નવરાત્રી માટે માતાજી નાં ચાચર ચોક માં અખંડ ધુન ની શરૂઆત કરવામાં આવી

Ambaji Akhand dhun: અંબાજી માં ચૈત્રી નવરાત્રી માટે માતાજી નાં ચાચર ચોક માં માં અંબા ના નામ ની અખંડ ધુન ની શરૂઆત કરવામાં આવી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 02 એપ્રિલ:
Ambaji Akhand dhun: આજ થી ચૈત્રી નવરાત્રી નો અંબાજી ખાતે વિધિવત્ત પ્રારંભ થયો છે. જેને લઇ યાત્રીકો માં પણ ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. આમ તો આસો માસ ની નવરાત્રી માં નવ દિવસ ગરબા ની રમઝટ જામતી હોય છે. ત્યારે આ ચૈત્રી નવરાત્રી માં આજ થી માતાજી નાં ચાચર ચોક માં માં અંબા ના નામ ની અખંડ ધુન ની શરૂઆત કરવામાં આવી છે ને આ અખંડ ધુન નવે દિવસ રાત અને દિવસ 24 કલાક ઉભા પગે કરવામાં આવશે.

અંબાજી મંદિર માં ચૈત્રી નવરાત્રી દરમીયાન થતી આ અખંડ ધુન ભારતદેશ ની આઝાદી પુર્વે 1941 માં પ્રજા ઉપર આવી પડેલી આપત્તીઓ નાં નિવારણ અર્થે શરૂ કરવામાં આવી હતી જે અખંડ ધુન આજે પણ મહેસાણાં જીલ્લા ના પલીયડ થી 175 ઉપરાંત નાં શ્રધ્ધાળું ઓ નાં સંગઠન દ્વારા આ પરંપરા ને 81 વર્ષ થી જાળવી રાખવામાં આવી છે ને આગામી સમય માં પણ આ અખંડ ધુન પરંપરા મુજબ ચાલુ રખાશે તેમ આયોજકો નું માનવું છે.

Ambaji Akhand dhun

જેમાં બનાવેલી બે ટુકડીઓ વારાપરતી આ ધુન ને રાત દિવસ ચોવીસે કલાક ચાલુ રાકવા માં આવે છે. જોકે છેલ્લા બે વર્ષ છી કોરોના મહામારી ના કારણે આ ધુન બંધ રાખવામાં આવી હોવાનુ ભીખાભાઈ પટેલ ( પ્રમુખ, ચૈત્રી નવરાત્રી અખંડ ધૂમ મંડળ) મહેસાણાએ જણાવ્યુ હતુ ને હમણા પરમીશન મળતા ફરી પરંપરાને આગળ ઘપાવી છે.

આ પણ વાંચો..Attempt of Corporator Rachnaben Suicide: કોંગ્રેસના મહિલા કોર્પોરેટર મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શન માં આત્મવિલોપન નો પ્રયાસ કરતા તેમની તબિયત લથળી

Gujarati banner 01