Ambaji covid hospital

Ambaji covid hospital: અંબાજીની સરકારી હોસ્પિટલો કોરોના મરીજ માટે તૈયાર…

Ambaji covid hospital: અંબાજીની જનરલ હોસ્પિટલમાં બે ઓક્સીજન પ્લાન્ટ સાથે 100 ઓક્સીજન બેડ સાથે 10 ICU બેડ તૈયાર કરવામાં આવ્યા

અંબાજી, 23 ડિસેમ્બર: Ambaji covid hospital: દેશ ને દુનિયામાં કોરોનાની રિએન્ટ્રી થતા તંત્ર સફાળું જાગ્યું છે વિદેશો માં લેવાઈ રહેલા આકરા પગલા ની સામે ભારત પણ સતર્ક બની કોરોના વધુ વકરી જાય તે પહેલા તૈયારીઓ શરુ કરી દેવાઈ છે ગુજરાત માં જે રીતે ફરી કોરોના વેરિઅન્ટસ ના પોસેટિવ કેસ મળવાની શરૂઆત થઇ ચુકી છે ત્યારે રાજ્યભર માં સરકારી હોસ્પિટલો માં એલર્ટ જાહેર કરી દેવાયું છે જેના પગલે યાત્રાધામ અંબાજી માં પણ આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ કોરોના ની રિએન્ટ્રી ના પગલે એલર્ટ જોવા મળ્યું છે.

Ambaji covid hospital 1

યાત્રાધામ અંબાજીમાં ગુજરાત જ નહીં પણ દેશ અને દુનિયા માંથી શ્રદ્ધાળુઓ દર્શન માટેઆવતા હોય છે સાથે અંબાજી નો મહત્તમ વિસ્તાર ટ્રાઇબલ પટ્ટો માનવામાં આવે છે ત્યારે કોરોના રિએન્ટ્રી કરી છે જેમાં કોઈ પણ દર્દી ઓક્સીજન કે દવા ના કારણે મૃત્યુ ન પામે તેવી તકેદારી સજ્જ કરવામાં આવી છે અંબાજી ની જનરલ હોસ્પિટલ માં બે ઓક્સીજન પ્લાન્ટ જેમાં એક મિનિટ માં સાડા પાન્સો લીટર જેટલું મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે 100 ઓક્સીજન બેડ સાથે 10 ICU બેડ તૈયાર કરવામાં આવ્યા છે.

કોરોના ને લગતી મહત્તમ દવાઈઓ નો જથ્થો પણ ખડકી દેવામાં આવ્યો છે આરટીપીસીઆર લેબ પણ શરુ કરી દેવામાં આવી છે જેમાં રોજના 100 ઉપરાંત ના ટેસ્ટ કરી શકાય છે ત્યારે ઇમરર્જન્સી ઓક્સીજન માટે 70 ઓક્સીજન ની બોટલો સહીત 23 જેટલા ઓક્સીજન કૅન્સન્ટ્રેટર તૈયાર રાખવામાં આવયા છે.

જેથી કરીને કોરોના વધુ માથુ ઊંચકે તો કોરોના નો કોઈ પણ દર્દી ઓક્સીજન, દવા કે તેની સારવાર ની અછત ન રહે તેવી જાણકારી ડો.મનસુખભાઇ પટેલ (સુપ્રિટેન્ડેન્ટ ,આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ)અંબાજી એ આપી હતી જોકે હાલ માં અંબાજી ની આ સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ માં મેડિકલ સ્ટાફ ની ઘટ્ટ ચોક્કસપણે વર્તાઈ રહી છે ને તેમાં પણ ખાસ કરી ફીઝીશયન ,ગાયનેક ,PDR ને એનથેસ્ટેટિક તબીબ ની અછત જોવા મળી રહી છે

આ પણ વાંચો: 16 Soldiers killed in sikkim: સિક્કિમમાં મોટી દુર્ઘટના, સેનાની ટ્રક ખાડામાં પડી જવાથી ઘણા સૈનિકોના મોત…

Gujarati banner 01