Ambaji Free Medical Camp

Ambaji Free Medical Camp: અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં નિઃશુલ્ક મેઘા મેડિકલ કેમ્પનું આયોજન

Ambaji Free Medical Camp: નિઃશુલ્ક મેઘા મેડિકલ કેમ્પમાં વિવિધ પ્રકારના 300 ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો

અંબાજી, 11 જુલાઈઃ Ambaji Free Medical Camp: દાંતા તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર છે. જ્યાં મોટી બીમારી માટે મોટા નિષ્ણાત ડોક્ટરોને મળવા કે તેમના થકી સારવાર લેવા હજારો રૂપિયા ખર્ચ કરવા પડે છે. ત્યારે આદિવાસી લોકોના લાભાર્થે GSC હોસ્પિટલ અમદાવાદ તેમજ અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ દ્વારા નિષ્ણાત અનુભવી ડોક્ટરો દ્વારા યાત્રાધામ અંબાજી ખાતેની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં નિઃશુલ્ક મેઘા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં યુરો સર્જન, યુરો નેફ્રોલીસ્ટ, કડિયોંલીસજીસ્ટ, ઓકો (કેન્સર) તેમજ હાડકા ને સાંધા ને લગતા રોગો માટે ઓર્થોપેડિક ડોક્ટરો ધારા જરૂરિયાતમંદ દર્દીઓ ને મફત સારવાર આપવામાં આવી હતી.

આજે સૌપ્રથમ વખત યોજાયેલા આ નિઃશુલ્ક મેઘા મેડિકલ કેમ્પમાં વિવિધ પ્રકારના 300 ઉપરાંત દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. જોકે gcs હોસ્પિટલના સંચાલકો દ્વારા આવનારા સમયમાં ફરી કેમ્પ કરવાની ખાતરી પણ આપી હતી. આ પ્રસંગે અંબાજી જનરલ હોસ્પીટલનાં સુપરિટેન્ડેન્ટ યુ એન મકવાણા, સરફરાઝ મન્સૂરી (gcs હોસ્પિટલ) ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનાં તાલુકા પ્રમુખ મહેન્દ્ર અગ્રવાલ, આર કે એસ નાં સભ્ય જસપાલ પુરોહિત પણ ઊપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો… PMJAY-Ma Yojana: આયુષ્માન કાર્ડ અંતર્ગત મળતી ૫ લાખની આરોગ્ય વીમા કવચની સહાય રૂ.૧૦ લાખ થઇ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો