ambaji bhajan mandali

Ambaji mandir bhajan kirtan: અંબાજી ખાતે માતાજીના ચાચર ચોકમાં સિદ્ધપુરના શ્રી શકિત મંડળના ભજન કીર્તન યોજાયા

Ambaji mandir bhajan kirtan: ત્રણ પેઢી થી અવિરત ચાલતા શ્રી શકિત મંડળની જગત જનની જગદંબાના ધામમાં અનોખી ભક્તિ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 17 ફેબ્રુઆરી:
Ambaji mandir bhajan kirtan: ગુજરાત અને રાજસથાનની સરહદે આવેલું જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે છેલ્લા ૭૫ વર્ષ થી સિધ્ધપુરના ત્રણ પેઢી થી ચાલતા શ્રી શકિત મંડળ દ્વારા અંબાજી ખાતે આવેલ મુંબઈ વાળી ધર્મશાળામાં મહા સુદ તેરસ થી પૂનમ સુધી માતાજીને કાલા ઘેલા ભજનો ગઈ માતાજી ની ભક્તિ કરે છે.

શ્રી શકિત મંડળ દ્વારા મહા સુદ તેરસ નાં દિવસે દિવસ દરમિયાન માતાજી ના ભજન કરી સાંજ ના સમય કોટેશ્વર ખાતે સરસ્વતી નદીના ગૌ મુખ ની પૂજન અર્ચન કરે છે ત્યાર બાદ ચૌદસ નાં દિવસે સાંજે ગબ્બર ગોખ પર પગપાળા જઈ ને ઘજા રોહોણ કરે છે ત્યાર બાદ પૂનમ દિવસે સાંજે સમગ્ર શહેરમાં માતાજી ની સવારી નીકળી માતાજીના ચાચર ચોકમાં ગરબા કરે છે.

આ પણ વાંચો…Good news for ambaji darshan: યાત્રીકો હવે રજીસ્ટ્રેશન કરાયા વગર સીધા અંબાજી મંદિરે દર્શન માટે જઈ શકશે

સિદ્ધપુર નાં શ્રી શકિત મંડળ ની સ્થાપના શ્રી ચંદુલાલ આચાર્ય એ કરી હતી ત્યાર બાદ તેમનો વારસો તેમના પુત્ર રોહિત ભાઈ આચાર્ય અને પુનિત ભાઈ આચાર્ય એ જાળવી રાખ્યો છે.

Gujarati banner 01