ambaji temple image

Ambaji Mandir update: અંબાજી મંદિર 31 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.

Ambaji Mandir update: અંબાજી મંદિર આવતી કાલે નહીં ખુલે

  • Ambaji Mandir update: કોરોના મહામારી ને લઇ 22 જાન્યુ-22 સુધી બંધ કરાયુ હતુ મંદિર,
  • દર્શનાર્થીઓ માટે મંદિર બંધ નો સમય વધારાયો
  • અંબાજી મંદિર 31 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.
  • મંદિર ની સવાર સાંજ ની આરતી નું સોસીયલ મીડીયા દ્વારા જીવંતપ્રસારણ કરાશે,
  • શ્રદ્ધાળુંઓ ઘરે બેઠા માતાજી ની આરતી નું જીવંતપ્રસારણ નો લાભ લઇ શકશે.

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૨ જાન્યુઆરીઃ
Ambaji Mandir update: કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને રાખી તેના સંક્રમણને નિયંત્રણમાં લેવાના થતાં નિવારાત્મક પગલાંઓ સંદર્ભે ગુજરાત સરકારના ગૃહ વિભાગના હુકમ નં.વિ —૧ / કઅવ / ૧૦૨૦૨૦ / ૪૮૨ / તા .૧૧ / ૧ / ૨૦૨૨ ની સુચનાઓને ધ્યાને લઈ કોરાના વાયરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા અને યાત્રાળુઓના આરોગ્યને ધ્યાનમાં રાખી અંબાજી મંદિર , ગબ્બર મંદિર , એકાવન શકિતપીઠ પરિક્રમામાર્ગના મંદિરો , ટ્રસ્ટ હસ્તકના પેટા મંદિરો તા .૧૫ / ૧ / ૨૦૨૨ થી તા .૨૨ / ૧ / ૨૦૨૨ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવા નિર્ણય કરવામાં આવેલ .

સરકારના ગૃહ વિભાગના હુકમ નં.વિ. – ૧ / કઅવ / ૧૦૨૦૨૦ / ૪૮૨ તા .૨૧ / ૧ / ૨૦૨૨ મુજબ તથા જિલ્લા મેજીસ્ટ્રેટ બનાસકાંઠાના હુકમ ન.ડી / એમએજી / ૧ / વશી / કોવિડ –૧૯ / જાના –૨૧ / વશી / ૧૫૮૬-૧૬૬૧ તા .૨૧ / ૧ / ૨૦૨૨ થી તમામ પ્રકારના રાજકીય , સામાજિક , શૈક્ષણિક , સાંસ્કૃતિક , ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો તેમજ ધાર્મિક સ્થળઓ ખુલ્લામાં મહતમ ૧૫૦ વ્યકિતઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના ૫૦ % ( મહતમ ૧૫૦ વ્યકિતની મર્યાદામાં ) વ્યકિતઓ એકત્રિત થઈ શકશે તેવા નિયંત્રણો મુકવામાં આવેલ છે .

તેથી સમગ્ર પરિસ્થિતિને ધ્યાને લઈ કોરાના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે અંબાજી મંદિર , ગબ્બર મંદિર , એકાવન શકિતપીઠ પરિક્રમાર્ગના મંદિરો , ટ્રસ્ટ હસ્તકના પેટા મંદિરો તા .૨૩ / ૧ / ૨૦૨૨ થી તા .૩૧ / ૧ / ૨૦૨૨ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહશે . તા .૨૩ / ૧ / ૨૦૨૨ થી તા .૩૧ / ૧ / ૨૦૨૨ સુધી સોશિયલ મિડીયાના માધ્યમથી સવાર– સાંજની આરતીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે .

આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી તથા જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા શ્રધ્ધાળુઓને અપીલ કરે છે કે , ધરે બેઠા જીવંત પ્રસારણનો લાભ લે અને વૈશ્વિક મહામારીમાંથી સમગ્ર વિશ્વને બચાવવા માટે માં અંબાને પ્રાર્થના કરીએ .. જય અંબે

આ પણ વાંચો…Unseasonal rain in Gujarat: રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની આગાહી, બે દિવસ બાદ વધશે ઠંડી

Gujarati banner 01