RRR Release date

RRR Release date: આતુરતાનો આવ્યો અંત, S.S.રાજામૌલીની ફિલ્મ ‘RRR’ હવે આ રીતે થશે થિયેટરમાં રિલીઝ- વાંચો વિગત

RRR Release date: 2020થી કોરોના વાયરસ મહામારીના કારણે “RRR” ને ઘણીવાર સ્થગિત કરવામાં આવી છે

મનોરંજન ડેસ્ક, 22 જાન્યુઆરીઃ RRR Release date: એસએસ રાજામૌલીની એક્શન ફિલ્મ રાઇઝ રોર રિવોલ્ટ (આરઆરઆર) હવે 18 માર્ચે થિયેટરમાં રિલીઝ થશે, નિર્માતાઓએ શુક્રવાર 21 જાન્યુઆરીએ આની જાહેરાત કરી. ફિલ્મના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવેલા એક નિવેદનમાં નિર્માતાઓએ કહ્યુ કે કોવિડ-19 મહામારીના કારણે ફિલ્મ એકવાર ફરી સ્થગિત થવાની સ્થિતિમાં તેમણે 28 એપ્રિલની તારીખ પણ બુક કરી લીધી છે.

ટીમે કહ્યુ, જો દેશમાં મહામારીની સ્થિતિ સારી થઈ જાય છે અને તમામ થિયેટર સમગ્ર ક્ષમતા સાથે કામ કરવા માટે ખુલી જાય છે, તો અમે 18 માર્ચ 2022એ રિલીઝ કરવા માટે તૈયાર છીએ. અન્યથા, ‘RRR’ ફિલ્મ 28મી એપ્રિલ 2022ના રોજ રિલીઝ થશે. 

દક્ષિણના સ્ટાર- રામ ચરણ અને એનટી રામા રાવ જુનિયર દ્વારા અભિનીત તેલુગુ ભાષાની ફિલ્મ ડીવીવી એન્ટરટેનમેન્ટ્સ દ્વારા નિર્મિત છે.

અગાઉ 2022ની શરૂઆતમાં નિર્માતાઓએ સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસમાં વૃદ્ધિ બાદ થિયેટરમાં આરઆરઆરના આવવાથી છ દિવસ પહેલા મેગ્નમ ઓપસની રિલીઝ ટાળવાના નિર્ણયની જાહેરાત કરી હતી.

આ પણ વાંચોઃ GUJCET Exam 2022: GUJCET 2022 માટેની પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ જાહેર, આ રીતે ભરી શકાશે ફોર્મ

ટીમે ફિલ્મનુ જોરદાર પ્રમોશન પણ શરૂ કરી દીધુ હતુ જે સમગ્ર ભારતમાં કરવામાં આવી રહ્યુ હતુ.

2020થી કોરોના વાયરસ મહામારીના કારણે “RRR” ને ઘણીવાર સ્થગિત કરવામાં આવી છે.

બોલીવુડ સ્ટાર અજય દેવગણ અને આલિયા ભટ્ટને પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં બતાવતા “RRR” 20મી સદીની શરૂઆતમાં બે સ્વાતંત્ર્ય સેનાનીઓ, અલ્લૂરી સીતારામ રાજુ (ચરણ) અને કુમરામ ભીમ (એનટીઆર જુનિયર) ના જીવન પર આધારિત એક કાલ્પનિક સ્ટોરી છે.

Gujarati banner 01