Ambaji 1

Ambaji mobile ban: શું તમે પણ કરવા જઈ રહ્યા છો માં અંબાના દર્શન! વાંચી લો આ ખબર; નહીંતર થશે કાર્યવાહી…

Ambaji mobile ban: અંબાજી મંદિરમાં મોબાઈલ પ્રતિબંધને લઇ વહીવટદારે સઘન સુરક્ષાની આપી સૂચના

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 24 જાન્યુઆરી: Ambaji mobile ban: અંબાજી મંદિરમાં મોબાઈલ પ્રતિબંધિત હોવા છતાં કેટલાક યાત્રિકો મંદિરમાં મોબાઇલ સાથે પ્રવેશતા હોવાની ફરિયાદો ઉઠી હોવાના લીધે અંબાજી મંદિરના વહીવટદારે ફરિયાદો બાદ સઘન સુરક્ષાના પીએસઆઇ અને જીઆઇએસએફના એસઓને સૂચના આપી છે. મંદિરના તમામ ગેટો પર યાત્રિકોની યોગ્ય ચકાસણી કર્યા બાદ મંદિરમાં મોબાઈલ વિના પ્રવેશવા દેવાની
સૂચના આપી છે.

અંબાજી મંદિરના ગેટ નંબર 7 અને ગેટ નંબર 9થી યાત્રિકો મોબાઇલ લઈ પ્રવેશતા હોવાની ફરિયાદો ઉઠી હોવાના લીધે. અંબાજી મંદિરના તમામ ગેટ પર યાત્રિકોની યોગ્ય ચકાસણી કરવા સઘન સુરક્ષાના અધિકારીઓને તાકીદ લેવા અંબાજી મંદિરના વહીવટદારે સૂચના આપી છે.

હવે પછી કોઈ યાત્રિક અંબાજી મંદિરમાં મોબાઈલ સાથે પ્રવેશી ફોટોગ્રાફી કરતા હોવાનું માલુમ પડશે તો તેના પર કાર્યવાહી થશે. અંબાજી મંદિરના વહીવટદાર દ્વારા મંદિર પરિસરમાં મોબાઈલ પ્રતિબંધને લઈ તાકીદ લેવા અધિકારીઓને કડક સૂચના આપી છે.

આ પણ વાંચો: International meetings in gujarat: આગામી 9 મહિનામાં અર્બન-20 સહિત 15 મહત્ત્વની આંતરરાષ્ટ્રીય બેઠક ગુજરાતમાં યોજાશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો