S.jayshankar

jaishankar cuts short overseas visit: અફઘાનિસ્તાન પર આવેલા સંકટ વચ્ચે વિદેશ મંત્રી જયશંકરે વિદેશ પ્રવાસ વચ્ચે જ છોડવો પડ્યો- વાંચો વિગત

jaishankar cuts short overseas visit: વિદેશ મંત્રી જયશંકરે ન્યુયોર્ક બાદ લેટિન અમેરિકી દેશ મેક્સિકો, પનામા અને ગુયાનાનો પ્રવાસ કરવાનો હતો

નવી દિલ્હી, 20 ઓગષ્ટઃ jaishankar cuts short overseas visit: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ ત્યાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવાનો પ્રયત્ન ચાલુ છે. આ દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે પોતાનો વિદેશ પ્રવાસ દરમિયાન છોડી દીધા છે અને તેઓ આજે ભારત પાછા ફરશે. સૂત્રો અનુસાર વિદેશ મંત્રી જયશંકરે ન્યુયોર્ક બાદ લેટિન અમેરિકી દેશ મેક્સિકો, પનામા અને ગુયાનાનો પ્રવાસ કરવાનો હતો.

સૂત્રો અનુસાર, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની અધ્યક્ષતા સંબંધિત તમામ કાર્યક્રમોમાં હાજરી કર્યા બાદ વિદેશ મંત્રીએ ત્રણ લેટીન અમેરિકી દેશોનો પ્રવાસ કરવાનો હતો પરંતુ હવે તે આ દેશનો પ્રવાસ રદ કરીને સીધા ભારત પાછો ફરશે.

આ પણ વાંચોઃ Bundelkhand: બુંદેલખંડમાં હોનારતના કારણે ખેડૂતો તબાહ, 15 અબજની ખેતી સડી ગઈ- વાંચો વિગત

અફઘાનિસ્તાનમાં ફસાયેલા છે ભારતીય

સૂત્રો અનુસાર વિદેશ મંત્રી અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને સુરક્ષિત નીકાળવાના પ્રયાસના સંચાલન પર ધ્યાન રાખી રહ્યા છે. સૂત્રોએ કહ્યુ કે હજુ પણ કાબુલમાં કેટલાક ભારતીય ફસાયેલા છે, એવામાં તેમને સુરક્ષિત નીકાળવા માટે અમેરિકા સહિત લગભગ દેશો સાથે સતત વાત અને એડજસ્ટમેન્ટની જરૂર છે. અહીં મુખ્ય કારણ છે કે વિદેશ મંત્રી આજે જ દેશ પરત આવી રહ્યા છે. 

પીએમ મોદીને મળી શકે છે જયશંકર

સૂત્રો અનુસાર, વિદેશ મંત્રી જયશંકર પાછા આવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળી શકે છે અને તેમને હજુ સુધીની સ્થિતિ પર બ્રીફ કરી શકે છે. એસ જયશંકર પાછા આવ્યા બાદ અફઘાનિસ્તાનના સંબંધમાં વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની સાથ બેઠક પણ કરશે.

આ પણ વાંચોઃ PM to inaugurate Somnath temple: પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી ભૂમિપૂજન કર્યું, ટુરિઝમ ઈન્ડસ્ટ્રી વિશે કહી આ મોટી વાત- વાંચો વિગત

Whatsapp Join Banner Guj