Covid hospital

AMC દ્વારા સંચાલિત હોસ્પિટલમાં ખાલી બેડ અંગે માહિતી મેળવવા ડાયલ કરો આ નંબર અને મેળવો સંપૂર્ણ વિગત

અમદાવાદ, 08 મેઃ શહેરની સ્થિતિ દિવસેને દિવસે વધુ ગંભીર બનતી જાય છે. રાજ્યમાં હવે ધીરે-ધીરે કોરોનાની પરિસ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે. ત્યારે હવે કેસોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે. એવી સ્થિતિમાં હજુ પણ કોરોનાના દર્દીઓના સગાંઓને કઇ હોસ્પિટલમાં કેટલાં બેડ ખાલી છે તે અંગે હજુ પણ મૂંઝવણ રહેલી હોય છે. ત્યારે તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં કોરોનાની સ્થિતિને લઈ હાઈકોર્ટ દ્વારા સુઓમોટો રીટ હાથ ધરવામાં આવી હતી. આ રીટમાં રાજ્ય સરકાર સહિત અમદાવાદ કોર્પોરેશન (AMC)ને વિવિધ વિગતો અને દિશા નિર્દેશોનું પાલન કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જેથી હાઇકોર્ટના આદેશ બાદ AMC એ પોતાની વેબસાઈટ https://ahmedabadcity.gov.in પર ડેટા અપલોડ કરવાના રહેશે અને તેના આધારે જ દર્દી વિગતો મેળવી શકશે.

ધન્વંતરિ હોસ્પિટલની વિગતો માટે 6357-374805 નંબર પણ આપવામાં આવ્યો છે કે જેના આધારે દર્દીના સગાંઓ તેની વિગતો મેળવી શકશે. મહત્વનું છે કે, શહેર(AMC)નાં દર્દીઓ માટે રિઅલ ટાઈમ બેડ ડેટા ક્યારેય ઉપલબ્ધ ન હતો થતો અને તેને લઈને દર્દીઓ તેમજ તેના સગાંઓને ઘણી તકલીફ પડતી હતી.

AMC

અમદાવાદમાં કોરોનાની પરિસ્થિતિ ધીરે-ધીરે સુધરી રહી છે છતાં કોરોનાની ત્રીજી લહેરને લઇને નિષ્ણાંતોએ આપેલી ચેતવણી બાદ હજુ પણ લોકોમાં ભયનો માહોલ છે. એવામાં શહેરમાં કોરોનાની સારવાર કરતી 171 ખાનગી હોસ્પિટલો અને 42 કોવિડ કેર સેન્ટરમાં ગઇ કાલની સ્થિતિએ 14 ઓક્સિજન બેડ ખાલી છે જ્યારે વેન્ટિલેટર એક પણ ઉપલબ્ધ નથી. નોંધનીય છે કે, કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓનાં સગાંઓ દર્દીને દાખલ કરવા માટે હોસ્પિટલના બેડ શોધવામાં આમથી તેમ દોડાદોડી કરતા હોય છે છતાં અંતે તો તેઓને નિરાશા જ સાંપડે છે. જેથી હાઇકોર્ટના આદેશ બાદ હવે AMC પોતાની વેબસાઈટ https://ahmedabadcity.gov.in પર ડેટા અપલોડ કરશે અને ધન્વંતરિ હોસ્પિટલની વિગતો માટે 6357-374805 નંબર પણ આપ્યો છે કે જેના આધારે દર્દીઓના સગાં તેની વિગતો મેળવી શકશે.

ADVT Dental Titanium

નોંધનીય છે કે, શહેરની ખાનગી હોસ્પિટલો, કોવિડ સેન્ટર તથા ડેડિકેટેડ કોવિડ સેન્ટરોમાં પ્રાઈવેટ તથા AMC ક્વોટાના 12260 બેડમાંથી 2578 બેડ ખાલી છે જેમાં 505 બેડ ખાનગી હોસ્પિટલમાં ખાલી છે. ખાનગી હોસ્પિટલોમાં AMC તેમજ પ્રાઈવેટ ક્વોટાના થઈને આઈસોલેશનના 342, HDUના 153 બેડ તથા 10 ઓક્સિજન બેડ ખાલી છે અને વેન્ટિલેટર એક પણ ખાલી નથી. AHNAની વેબસાઈટ મુજબ અમદાવાદની AMC દ્વારા કોરોનાની સારવાર માટે જાહેર કરવામાં આવેલી કુલ 171 ખાનગી હોસ્પિટલમાં પ્રાઈવેટ ક્વોટાના 6210 તથા AMC ક્વોટાના 899 બેડમાંથી આઇસોલેશન વોર્ડમાં 2139, HDUમાં 2891, ICUમાં 1105 અને ICU વિથ વેન્ટિલેટર પર 469 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.

આ પણ વાંચો….

“Maru gam corona mukt gaam” ના દ્રઢ નિર્ધાર સાથે સિંગરવા ગ્રામજનો દ્વારા આદરવામાં આવ્યો માનવસેવા યજ્ઞ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *