Covid vaccine edited e1623412455619

ટીકા થતા AMCએ રસીકરણને લઇ નિર્ણય બદલ્યોઃ આજથી 45 વર્ષથી મોટી ઉંમરના લોકોને અપાશે રસી- વાંચો શું છે મામલો

અમદાવાદ, 05 એપ્રિલઃ ગુજરાત સરકારે 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને રસી લેવા માટેની અપીલ કરી છે. પરંતુ હજી 45 વર્ષથી વધુ પહેલો ડોઝ પણ બાકી છે અને ઘણા સિનિયર સિટિજનોને પણ બીજો ડોઝ પ્રાપ્ત થયો નથી. તેથી જનતા રસી ન મળતા રોષે ભરાઇ હતી. તેથી છેલ્લા 24 કલાકમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં આજથી ૪પ વરસના ઉપરની વયના લોકોને પણ કોરોનાની રસી આપવામાં આવશે. કોર્પોરેશ(AMC)ને ર૪ જ કલાકમાં જ તેનો નિર્ણય ફેરવી તોળ્યો છે. અચાનક જ ૪પ વરસથી ઉપરના વયના લોકોને રસી નહી આપવાના તઘલખી નિર્ણયના પગલે લોકોમાં ભારે આક્રોશ હતો.

Whatsapp Join Banner Guj

મંગળવારે ૪પ વરસથી ઉપરના અનેક લોકો વેક્સિનેશન સેન્ટર પહોંચ્યા હતા. જ્યાં સોમવારે રાતે અચાનક રસી નહી આપવાના નિર્ણયની જાણ થતા લોકોમાં આક્રોશ વ્યાપો હતો. દિવસભર ઠેકઠેકાણે આવા આક્રોશપૂર્ણ લોકોની સ્થિતીને કારણે આખરે કોર્પોરેશન(AMC)ની શાન ઠેકાણે આવી હતી. અને બુધવારથી ૪પ વરસથી ઉપરની વયના લોકોનુ ફરીથી રસીકરણનો નિર્ણય લેવાયો હતો.

ADVT Dental Titanium

મહત્વનુ છે કે અમદાવાદમાં ૬પ લાખની વસતી સામે અત્યાર સુધીમાં બાર લાખ ૬પ હજાર લોકોએ કોરોનાની રસી લીધી છે. જેમાંથી બે લાખ ૯૯ હજાર લોકોએ બંને ડોઝ જ્યારે કે ૯ લાખ ૬પ હજાર લોકોએ હજુ એક જ ડોઝ લીધો છે. આમ અમદાવાદની વસતીના માંડ પાંચ ટકા વસતીને જ પાંચ મહીનામાં રસી અપાઇ શકી છે.

આ પણ વાંચો…

Positive story: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો, વાંચો આ દમદારી દાદી વિશે…