Amul milk price hike: મોંઘવારીનો વધુ એક ફટકો, અમૂલે ફરી એકવાર દૂધના ભાવમાં વધારો કર્યો…

Amul milk price hike: દૂધના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો કરાયો

અમદાવાદ, 03 ફેબ્રુઆરી: Amul milk price hike: ગુજરાતની કંપની અમૂલે ફરી એકવાર દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ તાત્કાલિક અસરથી અમલમાં આવશે.

ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ, જે અમૂલ તરીકે જાણીતું છે, તેણે જાહેરાત કરી છે કે તેણે દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 3 સુધીનો વધારો કર્યો છે. કિંમતોમાં ફેરફાર બાદ અમૂલ ગોલ્ડના નવા ભાવ 66 રૂપિયા પ્રતિ લીટર થશે.

ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર જયન મહેતાએ સ્પષ્ટતા કરી હતી કે દૂધના ભાવમાં વધારો ગુજરાતને લાગુ પડતો નથી અને નવા દરો માત્ર મુંબઈ, કોલકાતા અને દિલ્હી સહિત અન્ય બજારો માટે છે.

કંપનીએ જણાવ્યું છે કે એક લિટર અમૂલ ફ્રેશ દૂધની કિંમત 54 રૂપિયા, અમૂલ ગાયના દૂધની એક લિટરની કિંમત 56 રૂપિયા અને અમૂલ A2 ભેંસના દૂધની કિંમત 70 રૂપિયા પ્રતિ લિટર કર્યા છે.

આ વર્ષે અમૂલ દ્વારા દૂધના ભાવમાં આ પ્રથમ વધારો છે. અમૂલે ગયા વર્ષે માર્ચ, ઑગસ્ટ અને ઑક્ટોબરમાં – ઊંચી કિંમતને ધ્યાનમાં રાખીને દૂધના ભાવમાં ત્રણ વખત વધારો કર્યો હતો.

આ પણ વાંચો: BBC ban update: BBC પર પ્રતિબંધની માગણી કરતા હિન્દુ સેનાએ આપ્યું ઈન્દિરા ગાંધી સરકારનું ઉદાહરણ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો