Anuradha podwal visit ambaji

Anuradha podwal visit ambaji: પ્રસિદ્ધ ગાયક કલાકર અનુરાધા પોડવાલ શક્તિપીઠ અંબાજી પહોંચ્યા

Anuradha podwal visit ambaji: વિશ્વકલ્યાણ અર્થે માં અંબે ની કૃપા વડાપ્રધાન નરેન્દ્રમોદી પર બનેલી રહે તેવી પ્રાર્થના કરી

અંબાજી, 20 એપ્રિલ: Anuradha podwal visit ambaji: હિન્દી ફિલ્મોના તેમજ વિવિધ ગાયન ને ભજનો ના પ્રસિદ્ધ ગાયક કલાકર જેમણે પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. તેવા અનુરાધા પોડવાલે ચૈત્રી માસના અંતિમ દિવસે શક્તિપીઠ અંબાજી મંદિરના દર્શને પહોંચ્યા હતા. ચૈત્ર માસ માં શક્તિપીઠ ના મંદિરોમાં દર્શનનો વિશેષ મહત્વ માનવામાં આવતો હોઈ અનુરાધા પોડવાલ શક્તિપીઠ અંબાજી મંદિરે પહોંચી જગતજનની માં અંબે ના દર્શન કર્યા હતા.

જ્યાં પૂજારીએ અનુરાધા પોડવાલ ને માથે પાવડી મૂકી માતાજી ની ચૂંદડી અર્પણ કરી હતી અને ત્યાર બાદ અનુરાધા પોડવાલે ભટ્ટજી મહારાજ ની ગાદી ઉપર જઈ મંદિર ના મુખ્યપુજારી ના આશીર્વાદ મેળવ્યા હતા. જોકે આ પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ઉભી કરાયેલી વ્યવસ્થા ની સરાહના કરી.

મંદિર ની સાફ સફાઈ ની પણ મુક્ત પણે પ્રશંસા કરી હતી તેમને જણાવ્યું હતું કે તેમને હાલ માં જે રીતે ભારત દેશ નો વિકાસ થઇ રહ્યો છે તે જોતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ માં અંબે ના આશીર્વાદ બનેલા રહે તેવી પ્રાર્થના કરી હતી

આ પણ વાંચો… Train Timing Changed news: 24 એપ્રિલ થી આ સ્પેશ્યલ ટ્રેનોના સમયમાં થશે ફેરફાર, જાણો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો