north indian wedding traditions 4011 800x426 1 edited e1623321053198

શું દીકરા-દીકરીના લગ્નમાં વિલંબ થઇ રહ્યો છે? અને તેનાથી તમે પરેશાન છો, તો અજમાવો આ ટોટકા

north indian wedding traditions 4011 800x426 1 edited

જ્યોતિષ ડેસ્ક, 27 જાન્યુઆરીઃ દરેકના માતા-પિતા ઈચ્છે છે કે તેમના બાળકો સમયસર લગ્ન કરે, પરંતુ આ દરેક સાથે બનતું નથી, જો તમને આવું થઈ રહ્યું હોય તો આવું કેમ થાય છે, તેનું કારણ અને નિવારણ લોકો શોધતા હોય છે. જો આ કુંડળીમાં ગુરુ નબળો હોય, બુધ ગ્રહ શુક્ર ગ્રહનું નીચલા ગ્રહ સાથે હોય અથવા કોઈ પણ ગ્રહ નબળા પડે, તો લગ્નમાં વિલંબ થાય છે, અને જો આપણે ગ્રહનો ઉપાય નથી કરતા, તો ઘણા છોકરાઓ અને છોકરીઓના આજીવન લગ્ન પણ થઈ શકતા નથી. તેઓ સમગ્ર જીવન એકલા પસાર કરે છે એકવાર તમે તમારી કુંડળી એક સારા પંડિતને બતાવ્યા. અમે તમને કેટલાક ચોક્કસ અને સરળ ઉપાય જણાવીશું, જો તમે આ ઉપાય કરો છો, તો લગ્ન થશે, અને તમને તમારા જીવનસાથીને ખૂબ ખુશ અને સમૃદ્ધ પણ મળશે! ચાલો જાણીએ તે સુનિશ્ચિત ઉપાયો

Whatsapp Join Banner Guj
  • તમારા દિકરા કે દીકરીના લગ્નમાં વિલમ્બ થતો હોય તો જ્યારે તેઓ સવારે સ્નાન કરે ત્યારે વાટેલી હળદર ચપટી ભરી નાખવી. આ પાણીથી સ્નાન કરવું આ ઉપાય જ્યાં સુધી વિવાહ ન થાય ત્યાં સુધી દરરોજ કરવો.
  • ગુરુવારનો વ્રત કરી અને પૂજા કરવી અને ગાયને ઘાસ અને ઘઉંની રોટલી બનાવી ગોળ સાથે ખવડાવી તેમજ પીળી વસ્તુઓનું દાન કરવું.
  • એક ગઠ્ઠો હળદર લો અને તેને ખિસ્સામાં રાખો અને જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી રાત્રે તેને સાથે લઈને સૂવો
  • સાત ગુરુવાર સુધી સાંજના સમયે 5 પ્રકારના મીઠા વ્યંજનો અને નાની ઈલાઈચીની જોડી કેળાના ઝાડમાં પાણી સાથે અર્પણ કરો.
  • શિવ પાર્વતીની દરરોજ પૂજા કરો અને કાચું દુધ,બીલી પત્ર, ચોખા અને સિંદૂર ચઢાવો. શિવ પાર્વતીના વિવાહની કહાની સાંભળો જેથી તમારા લગ્નમાં આવતી મુશ્કેલીઓ ઓછી થઈ જશે.
  • જે પણ છોકરી કે છોકરાના લગ્ન નથી થઈ રહ્યા તેઓ ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરી અને કેળાનું કાન કરે તેમજ ગુરુવારે કેળાનું સેવન ભૂલથી પણ ન કરે.
  • દર બુધવારે ગાયને લીલુ ઘાસ નાખો. જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી દર સોમવારે 1250 ગ્રામ પીળી દાળ અને સવા લીટર કાચા દૂધનું દાન કરવું.
  • વૃહસ્પતિની પૂજા અને વ્રત લગ્નના માર્ગ પ્રશસ્ત કરવા માટે ખૂબ લાભ દાયક છે. રવીવારે કેળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ. અને કેળાનું સેવન કરવું નહીં.
  • જો કોઈ છોકરીના લગ્નની વાત બનતા બનતા બગડી જાતી હોય તો તે છોકરીના પરિવારજનો તેના લગ્ન વિશે વાત કરવા જતા હોય તો છે તેણે વાળ ખુલ્લા રાખવા અને લાલ કપડા પહેરી લગ્નની વાત કરવા જઈ રહેલા લોકોને મીઠાઇ ખવડાવી. જો આ ઉપાય કરવામાં આવે તો લગ્નમાં આવતી બાધા સમાપ્ત થઈ જશે.

આ પણ વાંચો….

ગૃહમંત્રાલયની ઈમરજન્સી બેઠક ગોઠવાઇ, બોર્ડર પર રાત્રે 12 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવા કરાઈ બંધ