150313101803 zaki ur rehman lakhvi super 169 edited

મુંબઇ ખાતે થયેલા આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડની પાકિસ્તાનમાં ધરપકડ, જકીઉરને 15 વર્ષની સજા

150313101803 zaki ur rehman lakhvi super 169 edited

મુંબઇ, 09 જાન્યુઆરીઃ 26 નવેમ્બર 2008ના રોજ મુંબઇ ખાતે થયેલા આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડની ધરપકડ કરવામાં આવી છે. લશ્કર એ તોયબાના ઓપરેન કમાન્ડર આતંકી જકીઉર રહમાન લખવીને પાકિસ્તાનમાં 15 વર્ષની સજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મુંબઇમાં થયેલા આતંકી હૂમલામાં હાફિઝ સઇદ સાથે જકીઉર રહમાન લખવી પણ સામેલ હતો.

આ કેસમાં તેને જેલની સજા પણ થઇ હતી, પરંતુ 2015ના વર્ષથી જ તે જમાનત પર બહાર ફરી રહ્યો છે. ટેરર ફંડીંગ સાથે જોડાયેલા એક કેસમાં થોડા દિવસ પહેલા જ તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે શુક્રવારે લાહોરની એન્ટી ટેરરિઝમ કોર્ટ દ્વારા આ સજા આપવામાં આવી છે.

Whatsapp Join Banner Guj

લાહોરની અંદર જકીઉર રહમાન લખવી સામે ટેરર ફંડિંગનો કેસ નોંધવામાં આવ્યો હતો. તેના ઉપર આરોપ હતો કે તેણે દવાખાનાન નામ ઉપર પૈસા ભેગા કર્યા અને તેનો ઉપયોગ આતંકી પ્રવૃતિઓ માટે કર્યો. મુખ્યત્વે આ પૈસાનો ઉપયોગ નવા આતંકીઓને તૈયાર કરવા માટે થયો છે.

જકીઉર રહમાન લખવીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ આતંકી જાહેર કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં હોવા છતા પાકિસ્તાન સરકાર તેની ધરપકડ કરતી નહોતા. તેવામાં હાલમાં જ્યરે ફાઇનાન્સિયલ ક્શન ચાસ્ક ફોર્સ દ્વારા પાકિસ્તાન ઉપર એક્શન લેવામાં આવ્યા ત્યારે નાછુટકે તેણે લખવીની ધરપકડ કરવી પડી છે.

આ પણ વાંચો…
ભારે ઠંડીની સાથે બે દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી