1464119901 8726 edited

ભારે ઠંડીની સાથે બે દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

1464119901 8726 edited

ગાંધીનગર, 09 જાન્યુઆરીઃ હાલ ઉત્તર ભારતમાં હિમવર્ષા થઇ હોવાના કારણે સમગ્ર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. તેવામાં ખેડૂતો માટે ચિંતાના સમાચાર છે. હવામાન વિભાગે બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે 8 જાન્યુઆરીની દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી.

Whatsapp Join Banner Guj

9 જાન્યુઆરીના રોજ છોટા ઉદેપુર, નવસારી, ભરૂચ, દાહોદ અને 10 જાન્યુઆરીના રોજ દાહોદ, ડાંગ, ભરૂચ, નર્મદા, તાપીમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે. આ કમોસમી વરસાદના લીધે ખેતી પાકને ભારે નુકશાન થઇ શકે છે.

આ પણ વાંચો...

હેલ્થ ટિપ્સઃ શરીરમાં જોવા મળતા આ લક્ષણોને અવગણવા નહીં, હોઇ શકે છે અસ્થમાના ચિન્હો