H1B visa edited

અમેરિકા H1-B વિઝા પ્રક્રિયામાં થશે મોટો ફેરફાર, ભારતીયોને થશે અસર- જાણો વિગત

H1B visa edited

વોશિંગટન,09 જાન્યુઆરીઃ H1B વિઝાની પ્રક્રિયામાં અમેરિકાએ ફેરફાર કર્યો છે. અત્યાર સુધી લોટરીના આધારે વિદેશી નિષ્ણાતોને H1B વિઝા અપાતા હતા, પરંતુ હવે સ્કિલ અને પગારના આધારે વિદેશી નિષ્ણાતોની પસંદગી થશે. આગામી ૬૦ દિવસમાં તેનો અમલ થશે. ૧લી એપ્રલથી નવી વિઝા પ્રક્રિયા શરૃ થશે એ વખતે નવી સિસ્ટમ લાગુ થશે.

ભારત સહિતના આઈટી પ્રોફેશનલ્સમાં લોકપ્રિય H1B વિઝા કેટેગરીમાં અમેરિકાએ પસંદગી પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ પૂરો થવામાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે ટ્રમ્પ સરકારે એચ-૧ બી વિઝામાં મહત્વનો ફેરફાર કર્યો છે. નવી પ્રક્રિયા પ્રમાણે H1B વિઝા ધારકોની પસંદગી લોટરીના આધારે નહીં, પરંતુ સ્કિલ અને પગારના આધારે થશે.

Whatsapp Join Banner Guj

અમેરિકન સરકારના નોટિફિકેશન પ્રમાણે અમેરિકી યુવાનોના હિતને ધ્યાનમાં રાખીને નવો ફેરફાર કરાયો છે. અત્યાર સુધી બધી જ અરજી આવ્યા પછી લોટરી પદ્ધતિથી વિદેશી નિષ્ણાતોની પસંદગી થતી હતી, પરંતુ નવા નિયમો પ્રમાણે વિદેશી નિષ્ણાતનો પગાર અને તેનો અનુભવ અને આવડતને પણ ધ્યાનમાં લેવાશે. એચ-૧ બી વિઝામાં ટ્રમ્પના કાર્યકાળમાં જે ફેરફાર થયો છે એ પ્રમાણે અમેરિકન નાગરિકને બદલે કંપનીએ જો કોઈ વિદેશી નાગરિકને નોકરી આપવી હશે તો તેને અમેરિકન નાગરિકના પ્રમાણમાં વધારે વળતર આપવું પડશે.

Whatsapp Join Banner Guj

એ નિયમના ભાગરૃપે જ નવી પસંદગી પદ્ધતિ અમલી બનાવવાની સરકારની ગણતરી છે. આગામી વર્ષ માટે ૧લી એપ્રિલથી એચ-૧બી વિઝાની પ્રક્રિયા શરૃ થશે. તે પહેલાં જ આ નોટિફિકેશન જારી કરાયું છે. આ નવી પદ્ધતિ ૬૦ દિવસમાં લાગુ કરાશે. એટલે કે ૨૦૨૧માં એચ-૧ બી વિઝાની પદ્ધતિ નવા નિયમ પ્રમાણે જ લાગુ પડશે.

ઉલ્લેખનીય છે ,કે યુએસની આઈટી કંપનીઓ આ વિઝાના આધારે દર વર્ષે ભારત તેમજ ચીનથી હજારોની સંખ્યામાં કર્મચારીઓને રોજગારી પુરી પાડે છે.

આ પણ વાંચો…

મુંબઇ ખાતે થયેલા આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડની પાકિસ્તાનમાં ધરપકડ, જકીઉરને 15 વર્ષની સજા