Automatic Firki

Automatic Firki: લ્યો બોલો! ઓટોમેટિક ફિરકી આવી, એક બટન દબાવો અને દોરી વીંટાળવાની ઝંઝટથી મુક્ત થઈ જાઓ

Automatic Firki: પતંગ કપાયા બાદ માત્ર એક બટન દબાવવાથી દોરી સરળતાથી વીંટળાઈ પણ જશે

અમદાવાદ, 13 જાન્યુઆરી: Automatic Firki: દેશભરમાં સૌથી વધુ ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી ગુજરાતમાં કરવામાં આવે છે. રાજ્યમાં ઉત્તરાયણના દિવસે લોકો વહેલી સવારથી જ પતંગ ચગાવતા જોવા મળે છે. જોકે પતંગ કપાયા બાદ ફિરકી લપેટવામાં લોકોને ઘણી મહેનત કરવી પડતી હોય છે. ત્યારે હવે અમદાવાદમાં એક અનોખી ફિરકી બનાવવામાં આવી છે. આ ફિરકીના કારણે પતંગ કપાયા બાદ દોરી વીંટળાઈ માટે વધુ મહેનત નહીં કરવી પડે. 

મળતી માહિતી મુજબ, અમદાવાદના ખાડિયા વિસ્તારમાં એક વેપારીએ ટેક્નોલોજીની મદદથી ઓટોમેટિક ફિરકી બનાવી છે. આ ઓટોમેટિક ફિરકી હાલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પતંગ કપાયા બાદ માત્ર એક બટન દબાવવાથી  દોરી સરળતાથી વીંટળાઈ પણ જશે અને ઢીલ પણ આપી શકાય છે.

આ ફિરકીને ડિઝાઈન કરવા માટે ખાડિયાના વેપારી છેલ્લા 5 વર્ષથી મહેનત કરી રહ્યા છે. આ પ્રકારની ફિરકી દેશમાં પ્રથમવખત બની હોવાનું માનવામાં આવી રહ્યું છે.  માહિતી મુજબ, આ ફિરકીની ખાસિયત છે કે તેને એકવાર ચાર્જ કર્યા પછી બેટરી લગભગ 3 દિવસ સુધી ચાલી શકે છે.

આ ઓટોમેટિક ફિરકીની બેટરી સરળતાથી બદલી શકાય છે. હાલ આ ફિરકી માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. વેપારીઓનું કહેવું છે કે, હાલ ઇલેક્ટ્રોનિક ફિરકીની માગમાં વધારો થયો છે.  

આ પણ વાંચો: Controversy over ramcharit manas in bihar: રામચરિત માનસના મુદ્દે RJDમાં વિભાજન, શિક્ષણ મંત્રીની હાજરીમાં શિવાનંદ અને જગદાનંદ ઝઘડ્યા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો