316b4efc 9655 4b03 9014 e8f23b7d7ab6

Automobile workshop: શ્રીસ્વામિનારાયણ પોલિટેકનિકમાં અદ્યતન સાધનોવાળા ઓટોમોબાઇલ વર્કશોપ એન્ડ સ્કિલ સેન્ટરનું ઉદ્ઘાટન

Automobile workshop: ઓટોમેશન અને EV ઓટોમોબાઇલ ક્રાંતિમાં ભાવિ યુવાનો તૈયાર થાય તેમજ પ્રોફેશનલ સ્કીલનો વિકાસ થાય તે હેતુથી સંસ્થામાં અદ્યતન સાધનોવાળા ઓટોમોબાઇલ વર્કશોપ એન્ડ સ્કિલ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે

વડોદરા, 31 જુલાઇઃ Automobile workshop: શ્રીસ્વામિનારાયણ પોલિટેકનિક, સેક્ટર-૨૨, ગાંધીનગરમાં AICTE માન્ય તથા જીટીયુ સંલગ્ન ડિપ્લોમા એન્જિનીયરીંગ કોર્ષ ચાલે છે. આ સંસ્થામાં વિદ્યાર્થીઓને ભણતર સાથે પ્રેક્ટીકલ સ્કિલ આપવામાં ખાસ ભાર મૂકવામાં આવે છે. આજે જ્યારે આવનારા ઓટોમેશન અને EV ઓટોમોબાઇલ ક્રાંતિમાં ભાવિ યુવાનો તૈયાર થાય તેમજ પ્રોફેશનલ સ્કીલનો વિકાસ થાય તે હેતુથી સંસ્થામાં અદ્યતન સાધનોવાળા ઓટોમોબાઇલ વર્કશોપ એન્ડ સ્કિલ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Pm to interact with IPS: તમારી દરેક કામગીરીમાં નેશન ફર્સ્ટનો વિચાર હોવો જોઈએ, જુઓ વીડિયો

આ સેન્ટરનો હેતુ વિદ્યાર્થી સ્કિલનો વિકાસ કરી આત્મનિર્ભર થાય તેવો છે. આ વર્કશોપમાં દરેક પ્રકારની ગાડીનું સર્વિસ અને ક્લિનીંગ શિખવાડવામાં આવશે, જે ગુજરાતમાં બનનારા ઓટોમોબાઇલ હબમાં યુવનોને રોજગારીની તકો પૂરી પાડશે. પ્રધાનમંત્રી કૌશલ્ય યોજના જેવા સર્ટીફીકેટ કોર્ષ પણ ચાલુ કરવામાંઆવશે.

આજરોજ તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૧ ના રોજ શ્રીસ્વામિનારાયણ પોલિટેકનિકમાં સ્થાપિત અદ્યતન ઓટોમોબાઇલ વર્કશોપનું ઉદઘાટન માનનીય ગોરધનભાઈ ઝડફિયા વાઇસ પ્રેસિડેન્ટ ભારતીય જનતા પાર્ટી, સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી હરિપ્રકાશ સ્વામીજી, જ્ઞાનપ્રકાશ સ્વામીજી, રામકૃષ્ણ સ્વામીજી, સંસ્થાના પ્રિન્સીપાલ પ્રો. ધર્મેશ વંડરા, શિવજીભાઇ પટેલ- ટ્રસ્ટી,સંસ્થાના ડિરેક્ટર પ્રો. ભાવિક શાહ કરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના સ્ટાફ મિત્રો તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચોઃ Rahul gandhi takes first covid vaccine dose: આખરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોનાની રસી લીધી, બે દિવસ સંસદમાં ગેરહાજર

આ અત્યાધુનિક automobile વર્કશોપ(Automobile workshop)નો ઉદ્દેશ સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અદ્યતન જ્ઞાન સાથે વ્યવહારિક કુશળતા કેળવી શકાય તે છે.  સાથે તારીખ ૩૧ જુલાઈ ને શનિવારના રોજ સંસ્થાના સરળ અને નિખાલસ સ્વભાવ, કુશળ વહીવટકર્તા અને ઉમદા સંત રામકૃષ્ણ સ્વામીજીના ૪૮મા જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ સ્વામીજીને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ દીર્ઘ આયુષ્ય આપે અને માનવ સેવાનું બળ પૂરું પાડે એ જ પ્રાર્થના….

Whatsapp Join Banner Guj