Chhara nagar case

Chharanagar Police Case: પી.આઈ. વિરાની અને મોરીએ ઘરમાંથી વાળ પકડી ઢસડી અર્ધનગ્ન કરી માર માર્યો હોવાની મહિલાની કોર્ટમાં જુબાની

Chharanagar Police Case: જેસીપી અશોક યાદવ, પીઆઇ વિરાની, પીએસઆઈ ડી.કે.મોરી અને ઘીલ્લોન સહિત સામે પોલીસે માર માર્યાની કરી હતી ફરિયાદ

અમદાવાદ, ૩૧ જુલાઈ: Chharanagar Police Case: શહેરના કુબેરનગર વિસ્તારના છારાનગરમાં સરદારનગર પોલીસે માસૂમ નિર્દોષ લોકોને ઘરમાં ઘુસી ઘૂસીને માર મારવાના કેસમાં આજે એક મહિલા સાક્ષીએ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ પી.બી.પટેલ સમક્ષ જુબાની આપી હતી. મહિલાએ બનાવના દિવસે દારૂ પીધેલા પી.આઇ. વિરાની અને પી.એસ. આઈ. ડી.કે.મોરીએ મારા ઘરમાં ઘુસી જઇ વાળ પકડી ઢસડી ને કપડાં ફાડી અર્ધનગ્ન કરી મારતા મારતા પોલીસ ચોકી ગઈ ગયાની જુબાની આપી હતી. વધુ સુનાવણી 4થી ઓગસ્ટ એ હાથ ધરાશે.

Chharanagar Police Case: બનાવની વિગત એવી છે કે, ગઈ તા.27મી જુલાઇ 2018ના રોજ છારાનગર વિસ્તારમાં પી.એસ આઈ ડી.કે મોરી પોલીસ રેડ દરમ્યાન સન્ની નામના શખ્સ સાથે કારની લાઈટ મારવા મામલે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. મોરીએ કંટ્રોલ મેસેજ કરી એવી જાહેરાત કરી હતી કે, 150 જેટલા લોકોએ પોલીસ પર હુમલો કરી માર મારવામાં આવ્યો છે. ત્યારે સેક્ટર 2 ના જે.સી.પી.અશોક યાદવે તેમના તાંબાના પોલીસ અધિકારીઓને ઘટના સ્થળે મોકલ્યા હતા.

આ પણ વાંચો: Automobile workshop: શ્રીસ્વામિનારાયણ પોલિટેકનિકમાં અદ્યતન સાધનોવાળા ઓટોમોબાઇલ વર્કશોપ એન્ડ સ્કિલ સેન્ટરનું ઉદ્ઘાટન

ત્યારે પોલીસે કોઈ પણ ખરાઈ કર્યા વગર ઘર સુઈ રહેલા લોકોને ઘર માંથી બહાર કાઢી માર માર્યા હતા. ઘર બહાર પાર્ક કરેલા વાહનોની તોડ ફોડ કરી હતી. પોલીસે 29 લોકોની ધરપકડ કરી હતી. આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા પોલીસે માર માર્યાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદના 3 વર્ષ બાદ કોર્ટે સાક્ષીઓને જુબાની આપવા સમન્સ જારી કર્યા હતા. આજે મહિલા સંગીતા સુનિલભાઈ તમંચેએ કોર્ટમાં જુબાની આપી હતી.

મહિલા સાક્ષી તરફે એડવોકેટ જ્યેન્દ્ર અભવેકર અને દક્ષિણ ઇન્દ્રેકર હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસે 5 વકીલ અને 2 પત્રકારની પણ ધરપકડ કરી હતી. આરોપીઓએ સરદારનગર પી.આઈ. વિરાની.,જેસીપી અશોક યાદવ, પીએસઆઇ ડી.કે.મોરી, ઢીલોન સહિત પોલીસ કર્મીઓની વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરી હતી.

દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો