drink water edited 1

હેલ્થ ટિપ્સઃ તમને જમતી વખતે પાણી પીવાનું ટાળો, આ છે ગેરલાભ

drink water edited 1

હેલ્થ ટિપ્સ,30 ડિસેમ્બરઃ આપણે જાણીએ છીએ કે બધા જ રોગો નું મૂળ સ્થાન પેટ છે પેટમાંથી જ આપણા શરીરની બધી સમસ્યાઓની શરૂઆત થાય છે અને તે સમસ્યાઓ પેટની સાથે જોડાયેલી હોય છે. તમે સાંભળ્યું હશે કે જો વ્યક્તિનું પેટ સારું છે નીરોગી રહે છે. આપણે જમતી વખતે પાણી ન પીવું જોઈએ. તો આવો જાણીએ કે શું ગેરફાયદા થાય છે.

whatsapp banner 1

આપણે આપણા રોજિંદા જીવનમાં ઘણા બધા ખોરાક લઈએ છે જેમ કે દાળ ભાત શાક રોટલી લઈએ છીએ. ત્યારબાદ તે આપણા પેટમાં જાય છે અને તેનાથી આપણી પેટમાં ઉર્જા ઉત્પન્ન થાય છે અને તેના દ્વારા જ આપણને શક્તિ મળે છે. આપણા પેટમાં ભોજન ગયા પછી આપણા પેટમાં બે પ્રક્રિયા ઉત્પન્ન થાય છે એક પાચન અને બીજી ફર્મેન્ટેશન. આપણા પેટમાં ભોજન ગયા પછી એક અગ્નિ ઉત્પન્ન થાય છે તેને જઠરાગ્નિ કહેવાય છે. અને આ અગ્નિ આપણે જમવાનું જઈએ અને પતે ત્યાં સુધી ઉત્પન રહે છે. આ અગ્નિ પેટમાં ઉત્પન્ન રહેશે ત્યાં સુધી પેટમાં રહેલું ભોજન પચી શકે છે. જો આપણે જમતા જમતા પાણી પીએ તો આ અગ્નિ ઠરી જાય છે અને આ અગ્નિ ઠરવાથી પાચનશક્તિ ની સમસ્યા ઉત્પન્ન થાય છે. અને આના જ કારણે આપણે જમતી વખતે પાણી પીવું ન જોઈએ.

જમ્યાના અડધો કલાક પછી પાણી પીએ તો આપણી પાચન ક્રિયામાં સરળતા રહે છે. આપણે તો સ્વસ્થ રહેવું હોય તો આપણી પાચનશક્તિ સારી હોવી જોઈએ અને આ પાચનશક્તિ માટે આપણે જમવાના અડધો કલાક પછી પાણી પીવું જોઈએ. પાચનશક્તિ સારી હશે તો તમારા શરીરમાં રોગોમાં ઘટાડો થશે.

આ પણ વાંચો…

બુધવારે ભૂલથી આ કામ ન કરો, નહીં તો ઉભી થશે મોટી મુશ્કેલી