બુધવારે ભૂલથી આ કામ ન કરો, નહીં તો ઉભી થશે મોટી મુશ્કેલી

Shree Ganesh ji

ધર્મ ડેસ્ક, 30 ડિસેમ્બરઃ હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને વિધ્નહર્તા કહેવામાં આવે છે. જેનો અર્થ એવા દેવ કે, જેમની ઉપસ્થિતિમાં ક્યારેય કોઈ વિધ્ન કે મુશ્કેલી નથી આવી શકતી. એવી માન્યતા પ્રચલિત છે કે, ગણેશજી પોતાના ભક્તોના તમામ દુ:ખ અને પરેશાનીનો નાશ કરે છે.

whatsapp banner 1

પુરાણોમાં બુધવારનો દિવસે ગણેશજીને સમર્પિત માનવામાં આવે છે. આજ બાબતને ધ્યાનમાં રાખીને અમે અહીં તમને કંઈક એવા કામો જણાવા જઈ રહ્યા છે, જે તમારે બુધવારના દિવસે ના કરવા જોઈએ. જો બુધવારના દિવસે આવા કામ કરશો, તો તમારા સમગ્ર પરિવારને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો જાણીએ એવા કામ જે તમારે બુધવારે કરવાનું ટાળવું જોઈએ…

  • બુધવારની દિવસે ભૂલથી પણ કોઈ કિન્નરનું અપમાન ના કરવું જોઈએ. જો કર્યુ તો નુક્સાન થશે.
  • બુધવારના દિવસે પાન ના ખાવું જોઈએ. આની પાછળ એવી માન્યતા છે કે, બુધવારના દિવસે પાન ખાવાથી ધનનું નુક્સાન ભોગવાનો વારો આવે છે
  • બુધવાર દિવસે દૂધ બાળવાનું કામ ક્યારેય ના કરવું જોઈએ. એટલે કે આ દિવસે ખીર બનાવવી, દૂધ ઉકાળવુ વગેરે જેવા કામ કરવાનું ટાળવું જોઈએ
  • બુધવારના દિવસે નવા પગરખા અને કપડા ના ખરીદવા જોઈએ. આ ઉપરાંત પહેરવા પણ ના જોઈએ, નહીં તો નુક્સાન થાય છે.
  • બુધવારના દિવસો કોઈ કન્યાનું અપમાન ના કરવું જોઈએ.
  • બુધવારના દિવસે ટૂથપેસ્ટ, બ્રશ અને કોઈ પણ એવી ચીજ જે વાળ સાથે સબંધિત છે, તેમને ક્યારે ખરીદવી ના જોઈએ, નહીં તો તેની ખરાબ અસર થાય છે.

આ પણ વાંચો…

બોલિવુડ ખેલાડીએ ફીમાં કર્યો કરોડોનો વધારો, વિશ્વનો છઠ્ઠો સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા બન્યો અક્ષય કુમાર