Banaskantha Farmers rally

Banaskantha Farmers rally: બનાસકાંઠા જિલ્લાના 5 હજારથી વધુ ખેડૂતો ટ્રેક્ટરો લઈને ઉતર્યા રસ્તા પર, વાંચો શું છે સમગ્ર મામલો

Banaskantha Farmers rally: આજની રેલીમાં 5 હજારથી વધુ ખેડૂતો જોડાયા છે, જેઓ કલેક્ટરને પાણીની સમસ્યાનો અંત લાવવા રજૂઆત કરશે

પાલનપુર, 07 માર્ચઃBanaskantha Farmers rally: અડધા ગુજરાતને દૂધ પૂરું પાડતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે. અહીં પરિસ્થિતિ એવી છે કે જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં નહેર તો પહોંચી ગઈ છે, પરંતુ એમાં સમયસર પાણી અપાતું નથી. જ્યારે જિલ્લાના મોટા ભાગના તળાવો કોરા ધાકોર પડ્યાં છે. ત્યારે પાણીની સમસ્યાને લઈને ખેડૂતો હવે રસ્તા પર ઉતર્યા છે.

પીવાના પાણી અને સિંચાઇના પાણીને લઇ ખેડૂતોને હવે રસ્તા પર ઊતરવાનો વારો આવ્યો છે. એક સપ્તાહ બાદ ખેડૂતોએ આજે ફરી ટ્રેક્ટર રેલી કાઢી છે. આજની રેલીમાં 5 હજારથી વધુ ખેડૂતો જોડાયા છે, જેઓ કલેક્ટરને પાણીની સમસ્યાનો અંત લાવવા રજૂઆત કરશે.

નોંધનીય છે કે, એક અઠવાડિયા પહેલા એટલે કે ગત સોમવારે જિલ્લાના ખેડૂતોએ મૌન રેલી કાઢી હતી. જિલ્લાના ખેડૂતોએ પાલનપુરમાં ધનિયાણા ચાર રસ્તાથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી કાઢી હતી. ત્યાર બાદ પાલનપુર કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. ત્યારે સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા આજે ફરી ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢી છે. ખેડૂતોની આ ટ્રેક્ટર રેલીમાં અલગ અલગ ગામડાંમાંથી 5 હજારથી વધુ ખેડૂતો જોડાયા છે.

આ પણ વાંચોઃ Ahmedabad acid attack: અમદાવાદના ઘાટલોડિયામાં અજાણ્યા શખસોએ મહિલા પર કર્યો એસિડ એટેક

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.