exercising edited

એક્સરસાઇઝ સ્વાસ્થ્ય માટે છે લાભદાયી, જાણો તેના અનેક ફાયદા સાથે યોગ્ય સમય

exercising edited

અમદાવાદ,04 ડિસેમ્બરઃ શિયાળાની ઠંડી સવારમાં ઉઠવા તો મન જ નથી પરંતુ સવારે કરેલી એક્સરસાઈઝ અથવા વ્યાયામ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આ વાત તો આપણે જાણીએ જ છીએ. જો કે, ઘણા લોકોના મનમાં આ મૂંઝવણ રહે છે કે, વજન ઘટાડવા માટે એક્સરસાઈઝ કરવાનો સૌથી યોગ્ય સમય કયો હોય છે. તેથી આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે, એક્સરસાઈઝ કરવા માટે યોગ્ય સમય કયો હોય છે. જેથી તમે વધારેથી વધારે ફેટ બર્ન કરી તમારું વજન ઓછુ કરી શકો છો. તો આવો જાણીએ એક્સરસાઇઝથી થતા ફાયદા અને યોગ્ય સમય વિશે…

એક્સરસાઇઝના લાભઃ

  • એક્સરસાઇઝ કે યોગ કરતી વખતે પેટ ખાલી રાખો. એક્સરસાઇઝ કર્યા 30 મિનિટ બાદ જ કંઇ ખાવું જોઇએ.
  • એક્સરસાઇઝ કરતા પહેલા શરીરને વાર્મઅપ કરો.
  • એક્સરસાઈઝ સવારે અથવા સાંજે કોઈપણ સમયે કરવી તમને ફાયદો આપે છે. પરંતુ કેટલાક શંસોધનમાં જાણવા મળ્યું છે કે, સાંજ કરવામાં આવેલી એક્સરસાઈઝ વધારે ફાયદાકારક હોય છે.
  • સારા પરિણામ માટે નિયમિત રીતે સ્ટ્રેન્થ ટ્રેનિંગ, બોડીવેટ એક્સરસાઇઝ અને કાર્ડિયો જેવી એક્સરસાઇઝનો અભ્યાસ કરો.
whatsapp banner 1
  • સાંજના સમયમાં શરીરના સ્નાયુઓ લચીલા અને ગર્મ હોય છે જે તમને એક્સરસાઇઝનું સારુ પરિણામ આપે છે. આ સાથે જ સાંજના સમયે વર્કઆઉટ કરવાથી ઘણા અન્ય શારીરિક લાભ પણણ મળે છે.
  • જો તમે સાંજના સમયે એક્સરસાઈઝ કરો છો તો પથારીમાં સુવાના ચાર-પાંચ કલાક પહેલા એક્સરસાઈઝ કરો, કેમ કે, મોડી રાત્રે એક્સરસાઇઝ તમારી ઉંઘને પ્રભાવિત કરી શકે છે.
  • આ ઉપરાંત તમારા ડાયટમાં પૌષ્ટિક ખોરાકને પણ સામેલ કરો.

આ પણ વાંચો….