Beti bachao beti padhao Collector VDR edited

બેટી બચાઓ બેટી પઢાઓ સપ્તાહની ઉજવણી: જિલ્લા કલેકટરે નવજાત દીકરીના માતાપિતાને વ્હાલી દીકરી યોજનામાં સમાવેશનો મંજુરી પત્ર અર્પણ કર્યો

Beti bachao beti padhao Collector VDR edited

વડોદરા,14 જાન્યુઆરીઃ હાલમાં બેટી બચાઓ,બેટી પઢાઓ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે.તેના ભાગ રૂપે દીકરીના જન્મને વધાવવા અને આવકારવાનો પ્રેરક સંદેશ આપવા જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે નવજાત દીકરીના માતા પિતાને લક્ષ્મી સ્વરૂપ દીકરીના અવતરણ માટે વધાઈ આપવાની સાથે,બાળકી ના રાજ્ય સરકારની વ્હાલી દીકરી યોજનામાં સમાવેશનો મંજુરી પત્ર પ્રદાન કર્યો હતો.દીકરીના જન્મને વધાવતા આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.


મંજુરી પત્રની સાથે લાભાર્થી માતાપિતાને દીકરી વધામણાં કીટ પણ આપવામાં આવી હતી.આ કીટમાં નવજાત બાળકી માટે નાનું ગાદલું,બે જોડી વસ્ત્રો, હિમાલયાના બાળ સંભાળ ઉત્પાદનો,રમકડાં અને બાળકી માટે બાળોતિયા(ડાયપર) અને કેટલીક માતા ને ઉપયોગી ચીજ વસ્તુઓનો સમાવેશ થાય છે.

Whatsapp Join Banner Guj


વ્હાલી દીકરી યોજના રાજ્ય સરકારે બાળકીના જન્મને પરિવાર અને સમાજ વધાવે અને બાળકી ના ભવિષ્યને આર્થિક સુરક્ષા મળે એવા હેતુસર અમલમાં મૂકી છે એવી જાણકારી આપતાં મહિલા અને બાળ વિકાસ અધિકારી માધવી બહેને જણાવ્યું કે તેમની કચેરી દ્વારા અત્યાર સુધીમાં વડોદરા શહેર અને જિલ્લામાં ૧૧૪૮ નવજાત દીકરીઓના માતાપિતાને આ લાભ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો…

વડોદરાઃ સિંઘાનીયા હોસ્પિટલ ખાતે ચુસ્ત કોવીડ તકેદારી હેઠળ એકસાથે ચાર બાળકોની મૂકબધિરતાનું નિવારણ કરવા કોકલિયર ઇમ્પ્લાંટ સર્જરી કરવામાં આવી