Ambaji 1

Bhadravi Poonam fair in Ambaji: અંબાજીમાં 23થી શરુ થશે ભાદરવી પૂનમનો મેળો

Bhadravi Poonam fair in Ambaji: ગબ્બર પર્વત પર આગામી દિવસોએ પગથિયાંનું સમારકામ શરૂ કરવામાં આવશે

અંબાજી, 01 સપ્ટેમ્બરઃ Bhadravi Poonam fair in Ambaji: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દરવર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખો લોકો પગપાળા સંઘ લઈ દર્શનાર્થે આવતા હોય છે. આ વર્ષે પણ 23થી 29 સપ્ટેમ્બર સુધી પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજાવાનો છે.

ગબ્બર ચઢવાનો એક રસ્તો 4 દિવસ સુધી બંધ રહેશે…

પ્રાપ્ત વિગતો મુજબ, અંબાજીના ગબ્બર પર્વત પર આગામી દિવસોએ પગથિયાંનું સમારકામ શરૂ કરવામાં આવશે. જેને લઈ ગબ્બર ચઢવાનો એક રસ્તો 4 દિવસ સુધી બંધ રહેશે. જે મુજબ 1થી 4 સપ્ટેમ્બર સુધી ગબ્બર ચઢવાનો રસ્તો બંધ રહેશે. જેથી બીજા રસ્તેથી ચઢવા અને ઉતરવાનું રહેશે. જે બાદમાં 5થી 9 સપ્ટેમ્બર દરમિયાન બીજો રસ્તો બંધ રહેશે.

મહત્વનું છે કે, સપ્તાહમાં કામ પૂરું થયા બાદ બન્ને માર્ગ શરુ કરવામાં આવશે. વિગતો મુજબ મેળામાં આવનાર ભક્તોને તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા આ તૈયારી કરવામાં આવી છે.

આ પણ વાંચો…. GST collection in August: GSTથી થતી મહેસૂલી આવકમાં મજબૂત વૃદ્ધિ, જુઓ આંકડાઓ… 

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો