GST collection in August: GSTથી થતી મહેસૂલી આવકમાં મજબૂત વૃદ્ધિ, જુઓ આંકડાઓ… 

GST collection in August: ઓગસ્ટ મહિનામાં જીએસટી કલેક્શનનો આંકડો 1.60 લાખ કરોડને આંબી ગયો

નવી દિલ્હી, 01 સપ્ટેમ્બરઃ GST collection in August: દેશમાં જીએસટીથી થનારી મહેસૂલી આવકમાં વાર્ષિક આધારે મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે. ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો ભારતમાં જીએસટી કલેક્શનનો આંકડો 1.60 લાખ કરોડને આંબી ગયો હતો. જે એક વર્ષ પહેલાની તુલનાએ 11% વધુ છે. મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ આજે જીએસટી કલેક્શન વિશે માહિતી આપતાં આ જાણકારી આપી છે.

સરકારી આંકડામાંથી મળેલી માહિતી અનુસાર સરકારે ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં જીએસટી કલેક્શન મારફતે 1.44 લાખ કરોડ રૂપિયા (17.41 અબજ ડૉલર) ની આવક કરી હતી.

મલ્હોત્રાએ કહ્યું કે, જૂન ત્રિમાસિકમાં જીડીપીનો વૃદ્ધિ દર 7.8% હતો અને સાંકેતિક રીતે તેમાં 8%ની વૃદ્ધિ થઈ હતી. જૂન ત્રિમાસિક દરમિયાન મહેસૂલી આવકમાં 11%થી વધુની વૃદ્ધિ થઈ હતી. આ ટેક્સ-જીડીપીના પ્રમાણ 1.33થી વધુ છે.

આ પણ વાંચો… Gujarat Coconut Development Programme: ગુજરાતની નાળિયેર ઉત્પાદનમાં આગેકૂચ : દાયકામાં વાવેતર વિસ્તારમાં અંદાજે 4,500 હૅક્ટરની વૃદ્ધિ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો