shamala ji

Bhakt darshan shamlaji: ફાગણી પૂનમ પર શામળાજીના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા

Bhakt darshan shamlaji: હોળીના પાવન પર્વ પર ભગવાન શામળિયા સન્મુખ રંગોત્સવની ઉજવણી થઈ

  • યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ
  • ફાગણી પૂર્ણિમા અને હોળી ઉત્સવ નિમિત્તે હજારો ભક્તો ઉમટ્યા
  • વહેલી સવારથીજ મોટી સંખ્યામાં ભક્તોની દર્શન માટે લાઈન લાગી
  • હોળીના પાવન અવસરે ભગવાન શામળિયા સન્મુખ રંગોત્સવ મનાવાયો

અમદાવાદ, ૧૭ માર્ચ: Bhakt darshan shamlaji: ફાગણી પૂનમ પર શામળાજીના દર્શનનુ વિશેષ મહત્વ હોવાથી આજે વહેલી સવારથી યાત્રાધામ શામળાજીમાં ભક્તો ઉમટી પડયા છે. હોળીના પાવન પર્વ પર ભગવાન શામળિયા સન્મુખ રંગોત્સવની ઉજવણી થઈ. મંદિર પરિસરમાં અબીલ ગુલાલની છોળો ઉડી હતી. ભક્તો હોળીના તહેવારે શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા.

shamala ji temple

આજે ફાગણ પૂર્ણિમા એટલે કે હોળીનો પર્વ છે. ત્યારે યાત્રાધામ શામળાજીમાં હજારોની સંખ્યામાં ભક્તોનો ધસારો રહેવાનો છે. સવારે 6 વાગ્યે ભક્તોને દર્શન માટે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા. અને 6-45 વાગ્યે મંગળા આરતી કરવામાં આવી.

આ પણ વાંચો: Natural agriculture Passed unanimously in the Legislative Assembly: પ્રાકૃતિક ખેતી સંદર્ભે લાવવામાં આવેલો બિન સરકારી સંકલ્પ વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર

સવારે 11-30 વાગ્યે ભગવાને રાજભોગ ધરાવાશે ત્યારે દર્શન બંધ રહેશે. અને બપોરે 12-30 વાગ્યે ઠાકોરજી પોઢી જશે ત્યારથી બપોરે 2-30 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. બપોરે 2-30 વાગ્યે ઉત્થાપન થશે. સાંજે 7 વાગ્યે સંધ્યા આરતી થશે. અને રાત્રે 8-15 વાગ્યે શયન આરતી થશે. ત્યાર બાદ રાત્રે 8-30 વાગ્યે મંદિર બંધ થશે.

Gujarati banner 01