unagadh Sardar Patel Karmachari Mandal

Sardar Patel Karmachari Mandal: જૂનાગઢ ખાતે સરદાર પટેલ કર્મચારી મંડળનો દ્વિતિય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

Sardar Patel Karmachari Mandal: છેવાડાનાં અંત્યોદયને કેમ ઉપયોગી બની શકાય તે દિશામાં કર્મચારીઓ સંકલ્પબધ્ધ

  • Sardar Patel Karmachari Mandal: વ્યસન-ફેશન અને કુરિવાજો મુક્ત સમાજ રચના પર ભાર મુકતા સમાજ શ્રેષ્ઠીઓ

જૂનાગઢ, 17 માર્ચ: Sardar Patel Karmachari Mandal: સરદાર પટેલ કર્મચારી મંડળ-જૂનાગઢ દ્વારા દ્વિતીય સ્નેહ મિલન સમારોહ સમાજશ્રેષ્ઠીઓ, રાજકીય અગ્રણીઓ, શૈક્ષણિક સંસ્થા નાં ટ્રસ્ટીઓ, તેમજ મંડળનાં આજીવન સભ્યપદ ધરાવતા કર્મચારી કે અધિકારીઓની ઉપસ્થિતીમાં ગિરનાર પબ્લીક સ્કુલનાં પરિસરમાં યોજાયો હતો.

કાર્યક્રમને દિપ પ્રાગટ્યથી ખુલ્લો મુકતા અગ્રણી પેથોલોજીસ્ટ અને ખોડલધામનાં જૂનાગઢ જિલ્લા કન્વીનર ડો. જી.કે.ગજેરાએ જણાવ્યુ હતુ કે સાંપ્રત સમયમાં ગ્રામિણ સમાજમાં જરુરીયાતમંદ પરિવારોને રક્ત, દવા અને સારવાર તેમજ જૂનાગઢ ખાતે તબીબી સારવાર માટે હોસ્પીટલાઈઝ થતા દર્દીઓને સહાયરૂપ બનવા હિમાયત કરી હતી. અને (Sardar Patel Karmachari Mandal) કર્મચારી મંડળ દ્વારા રક્તદાન શિબિર, આરોગ્ય ચિકીત્સા શિબીર નાં થતા કાર્યોની પ્રસંશા કરી મંડળનાં હોદેદારોને અભિનંદન પાઠવ્યા હતા.,

કાર્યક્રમનાં અધ્યક્ષ સગાનેથી પી.જી.વી.સી.એલ વર્તુળ કચેરી જૂનાગઢના અધિક્ષક ઈજનેર એ. એમ. પાઘડારે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે સાંપ્રત સમય હરિફાઇનો યુગ છે. ત્યારે ગરીબ પરીવારનાં બાળકોને શીક્ષણ માટે સહાય આપવી, સ્પર્ધાત્મક પરિક્ષાઓ દરમ્યાન યુવાઓને આવશ્યક સવલતમાં સહાયભુત બનવા પર ભાર મુક્યો હતો.

પાઘડાળે કર્મચારી મંડળ દ્વારા થતી સેવાકીય પ્રવૃતિની સરાહના કરતા જણાવ્યુ હતુ કે લેઉવા પટેલ સમાજનાં કર્મચારીઓ જ્ઞાતી-જાતી કે ધર્મનાં ભેદભાવ ભુલીને સર્વસમાજનાં જરૂરીયાતમંદ વ્યક્તિઓને કેમ ઉપયોગી બની શકાય તેવી ઉદાત ભાવના સાથે મંડળની પ્રવૃતિ કરે છે તે જ વસુદૈવ કુટુંબક્કમની ભાવનાને ચરિતાર્થ કરે છે.

આ તકે મંડળ દ્વારા સેવાનિૃવત કર્મચારીઓનું મહાનુભાવોનાં હસ્તે બહુમાન કરી તેમની સુદિર્ઘ સેવાઓને બિરદાવી હતી. વિસાવદર તાલુકાનાં નાના એવા પ્રેમપરા ગામના માત્ર ચાર ધોરણ ભણેલા મથુરભાઈ રીબડીયા કે જેઓ હેતલ આર્ટ ગેલેરી નામની યુટ્યુબ અને ફેસબુક ચેનલ દ્વારા જુનાગઢનાં ૧૦૦ જેટલા યુવક યુવતીઓને પરોક્ષ રોજગારી આપવા નિમિત્ત બન્યા છે અને હજુ અનેક યુવક યુવતીઓને રોજગાર આપવા માટે કટીબધ્ધતાકરતા તેમની સમાજ પરત્વેની કૃતજ્ઞતાને સૈાએ બિરદાવી હતી.

Sardar Patel Karmachari Mandal, junagadh

પ્રસંગમાં ઉપસ્થિત હરેશભાઇ પરસાણા, ગોપાલભાઇ રૂપાપરા, જેન્તીભાઇ વઘાસિયા, અમુભાઇ પાનસુરીયા, મહેન્દ્રભાઇ ગોધાણી, લક્ષમણભાઇ લાખાણી, નયનાબેન વઘાસિયા, જયશ્રીબેન રંગોલીયા, ગોપાલભાઇ રાખોલીયા સહિત અગ્રણીઓએ સરદાર પટેલ કર્મચારી મંડળની પ્રવૃતિને બિરદાવી જણાવ્યુ કે સરકારની કલ્યાણકારી યોજનાઓનાં છેવાડાનાં વ્યકતિઓને પહોંચે તે દિશામાં સાર્થક પ્રયાસ કરવા આ મંડળે નાત-જાતનાં વાડાથી ઉપર ઉઠીને જે પહેલ કરી છે તે સરાહનીય છે. સૈા અગ્રણીઓએ શિક્ષણની મહત્તા ઉપર ભાર મુક્યો હતો.

આ તકે સરદાર પટેલ કર્મચારી મંડળનાં પ્રમુખ હરેશ વઘાસિયાએ મંડળની સેવાકીય પ્રવૃતિ જેવી કે ચિકીત્સા શિબીર, બ્લડ ડોનેશન કેમ્પ, સરકારી યોજનાઓની જાણકારી આપતા માહિતી કેન્દ્ર, પર્યાવરણ સંવર્ધન અને વૃક્ષારોપણ, કોરોના કાળ દરમિયાન જરૂરીયાત મંદ પરિવારોને ફુડપેકેટ અને ઓક્સીઝન સીલીન્ડર વ્યવસ્થામા સહયોગી બનવા સહિતની થતી પ્રવતિની જાણકારી આપી અતીથીઓને આવકાર્યા હતા.

આ પણ વાંચો..Bhakt darshan shamlaji: ફાગણી પૂનમ પર શામળાજીના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા

આ તકે સમાજનાં અગ્રણીઓ, શિક્ષણવીદો, ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા મંડળનાં સભ્યો સર્વ સંજયભાઈ અકબરી, કિશોરભાઈ ધડુક, શૈલેષભાઈ ભુવા, બાઘુભાઈ ડોબરિયા, જેન્તીભાઈ વસોયા, પ્રકાશભાઈ ભંગડીયા, અલ્પેશભાઈ વેકરીયા, પ્રવીણભાઈ ચોથાણી, પી. ડી. ગજેરા, કપિલભાઈ સુદાણી, અરવિંદભાઈ ગજેરા, જીગ્નેશભાઈ દુધાત, સભાડીયા સાહેબ દ્વારા જહેમત ઉઠાવેલ. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધીરુભાઈ દોમડીયાએ અને આભાર દર્શન પી. ડી. ગજેરાએ કરેલ તેમજ કાર્યક્રમનાં પરામર્શક તરીકે માહિતી વિભાગનાં અશ્વિન પટેલે સહયોગ પુરો પાડ્યો હતો.

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *