smart classroom ahmedabad

Bhathipura school smart room: ભાથીપુરા શાળાના સ્માર્ટ રૂમમાં ભણતા બાળકો માટે એકતાબેને પ્રથમ પગારની રકમ વાપરી..

Bhathipura school smart room: અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના ચવલજ ગામનું પરૂ એટલે ભાથીપુરા…

ધ્યેય ધગશ અને સદકાર્ય… અનસ્ટોપેબલ…

Bhathipura school smart room: અહીં બાળકો “ એરકન્ડિશન ક્લાસરૂમમાં, સ્લાઈડીંગ ગ્લાસ ડોર- વિન્ડો પરના સ્ક્રોલીંગ કર્ટેઈન વચ્ચે, ઈટાલીયન કાર્પેટ પર પાથરેલી ઈમ્પોર્ટેડ બેન્ચ પર બેસીને પ્રોજેક્ટર પર ટચ સ્ક્રીન પેન દ્વારા વિશ્વ આખાનું જ્ઞાન મેળવે છે..”

અમદાવાદ, 13 એપ્રિલ: Bhathipura school smart room: એક સાથે અનેક અધ્યતન સુવિધાઓ વચ્ચે ભણતો ગામનો એક વિધ્યાર્થિ કહે છે કે, “ મારા ઘરે કોઈ પ્રસંગ હોય તો પણ હું શાળાએ આવવાનું ચુકતો નથી.. અહીંનું વાતાવરણ જ એવું છે કે અહીં આવવાનું મન થાય જ.. અહીંની દિવાલો, છોડ, બધુંય કંઈક ને કઈંક શીખવે છે..પ્રત્યેક વસ્તુને પ્રત્યક્ષ જોવા જાણવા મળે છે અમારી શાળામાં…”

પાંચમાં ધોરણમાં ભણતા વિધ્યાર્થિના શબ્દો જ ઘણું બધુ કહી જાય છે. બાળ વિધ્યાર્થિઓ માટે શાળાએ સૂંદર વાતાવરણ તો ઉભુ કર્યુ જ છે, પરંતુ આ શાળામાં બનેલી એક ઘટનાએ બધા બાળકો માટે એક ખુશીનો અવસર પણ ઉભો કર્યો છે. સાબરમતી યુનિવર્સિટીમાં આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવારત એકતાબેને પોતાના પ્રથમ પગારમાંથી મહત્તમ રકમ બાળકો માટે વાપરીને અનોખી કેડી કંડારી છે.

ભાથીપુરા ગામ આમ તો મહદ અંશે ઠાકોર સમાજની વસતિ ધરાવતું પેટા પરૂ છે. ૧લી ડિસેમ્બર’ ૨૦૦૫ના રોજ અહીં શાળાની સ્થાપના થઈ હતી.

Bhathipura school smart room

અમદાવદ જિલ્લાના પૂર્વ શિક્ષણાધિકારી એમ પી.મહેતા કહે છે કે, “આ શાળાના શિક્ષકોએ પણ બાળકોને ભણાવવા માટે તનતોડ મહેનત કરી છે.. એમાં ગ્રામ જનોનો સહયોગ પણ મળ્યો છે..સરકારે જેટલું કરવાનું હતું એ કરી દીધુ…એક ઓરડો સર્વ શિક્ષા અભિયાન હેઠળ બનાવાયો હતો…અને તેમાં ફર્નિચર તથા અન્ય માળખાગત સુવિધાઓ એક સ્વૈચ્છિક સંસ્થાએ ઉભી કરી. અહીંના બાળકોને અત્યંત સુવિધાઓ વાળો અંદાજે રૂ. ૨૦ લાખના ખર્ચે તૈયાર થયેલો અન્ય કોઈ શાળામાં ન હોય તેવો અત્યંત સુવિધાસભર સ્માર્ટ ક્લાસ મળ્યો છે…” એમ તેઓ ઉમેરે છે..

Bhathipura school smart room: શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલ કહે છે કે, “માં નો ખોળો છોડીને બાળકોને શાળામાં આવવાનું મન થાય તેવું વાતાવરણ અહીં ઉભુ કર્યું છે.. અમારા બાળકો અત્યંત ગરીબ પરિવારમાંથી આવે છે.. બાળકોના વાલીઓનો ખેત મજૂરી મુખ્ય વ્યવસાય છે, ત્યારે આ બાળકો પ્રોજેકટર સ્ક્રીન પર ટચ સ્ક્રીન પેનથી વિશ્વ સાથે તાલ મિલાવે છે.

શાળા પરિસરમાં ઔષધિ છોડ ઉછેરવામાં આવ્યા છે જેનો દવામાં ઉપયોગ કરી શકાય…… તત્કાલિન પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી મહેશ મહેતાએ આ શાળાને દત્તક લીધી છે, અને તેમનો પરિવાર પણ અમારી સાથે જોડાયો છે. તેમના દીકરી એકતાબેને તેમના પ્રથમ પગારમાંથી શાળાના બાળકો માટે રંગીન કપડા, પક્ષીઓ માટે પાણીની પરબ, શાળામાં બનવાયેલા બગીચામાં બેસવા માટેના બાંકડા ઉપરાંત બાળકો માટે બિસ્કિટ વગેરેની સુવિધા ઉભી કરીને શાળાનું વાતાવરણ અયંત જીવંત અને લાગણીસભર બનાવી દીધુ છે.

Bhathipura school smart room

અત્રે ઉલ્લેખનીય છે કે, માત્ર ૨૧ વર્ષની ઉંમરે કંપની સેક્રેટરીની ડીગ્રી મેળવનાર એકતાબેન હાલ પી.એચ.ડી કરે છે. પ્રોફેસર બનવાની ’નેટ’ અને ‘સ્લેટ’ બે લાયકાત મેળવી ચુક્યા છે.

આ કાર્યમાં સતત બાળકોને સહાયરૂપ બનનાર શિક્ષક અશોકભાઈ કહે છે કે, (Bhathipura school smart room) અમે બાળકોને શાળામાં મૂકત રીતે જ્ઞાન મેળવી શકે તેવું વાતાવરણ પુરુ પાડ્યું છે. અમારા બાળકો શાળાની દિવાલ પરના રંગોમાંથી, શાળામાં વાવેલા છોડમાંથી પણ જ્ઞાન મેળવી શકે તેવી તક પુરી પાડી છે… શિક્ષણના ભાથી એવા મહેતા સાહેબે સાચા અર્થમાં બાળકોને વૈશ્વિક પ્લેટફોર્મ પુરુ પાડ્યું છે…તો તેમના દીકરીએ શાળાના બાળકોને ગણવેશ/રંગીન વસ્ત્રો આપ્યા છે…” એમ તેમણે ઉમેર્યું હતું.

ધ્યેય, ધગશ અને સદકાર્ય જો અનસ્ટોપેબલ હોય તો બાળકો શું શું મેળવી શકે અને શું શું કરી શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ભાથીપુરાની શાળા છે…

આ પણ વાંચો..Corona entry in school: વાલીઓની ચિંતામાં થશે વધારો, ફરી રાજ્યની સ્કૂલોમાં કોરોનાની એન્ટ્રી

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *