School student

Corona entry in school: વાલીઓની ચિંતામાં થશે વધારો, ફરી રાજ્યની સ્કૂલોમાં કોરોનાની એન્ટ્રી

Corona entry in school: વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા બાદ વર્ગ સેનિટાઇઝ કરવામાં આવ્યા હતા અને સ્કૂલે DEOને જાણ કરી

અમદાવાદ, 13 એપ્રિલઃCorona entry in school: કોરોનાના કેસ ઘટતાં સ્કૂલો 100 ટકા હાજરી સાથે ફરીથી શરૂ કરવામાં આવી છે, ત્યારે આજે લાંબા સમય બાદ અમદાવાદની સ્કૂલમાં ધોરણ 2નો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો છે. વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા બાદ વર્ગ સેનિટાઇઝ કરવામાં આવ્યા હતા અને સ્કૂલે DEOને જાણ કરી હતી.

મેમનગરમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયલ સ્કૂલમાં ધોરણ 2માં ભણતા વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વિદ્યાર્થીની તબિયત છેલ્લા કેટલાક સમયથી સારી ન હતી, જેથી વિદ્યાર્થી નિયમિત સ્કૂલે આવ્યો નહોતો. 9 એપ્રિલે સ્કૂલે આવ્યો ત્યારે પણ તેને તાવ હતો, જેથી 11 એપ્રિલે તેની માતા તેને ડોકટર પાસે લઇ ગયા હતા. ત્યારે બાળકને કોરોના હોવાની જાણ થઈ હતી. એ બાદ માતાએ 12 એપ્રિલે સ્કૂલને જાણ કરી હતી અને સ્કૂલના આચાર્યએ DEO કચેરીએ જાણ કરી હતી.

આ પણ વાંચોઃ Alia ranbir pre-wedding function photos: રણબીર કપૂર તથા આલિયા ભટ્ટના પ્રી-વેડિંગ ફંક્શન આજથી શરુ- જુઓ વાયરલ થયેલા ફોટો

સ્કૂલ દ્વારા વર્ગ પણ સેનિટાઇઝ કરવામાં આવ્યા હતા.આ અંગે સ્કૂલના આચાર્ય ફાધર ઝેવિયર્સ અમલરાજે જણાવ્યું હતું કે અમને જાણ થતાં અમે DEOને જાણ કરી છે. અન્ય બાળકોને પણ કોઈ લક્ષણ જણાય તો ઘરે રહેવા સલાહ આપી છે. જોકે તે વિદ્યાર્થીના સંપર્કમાં કોઈ આવ્યું નથી, તેથી અન્ય વિદ્યાર્થી હજુ સુધી સંક્રમિત થયા નથી.

અમે સ્કૂલમાં પણ અત્યારે પૂરી તકેદારી રાખી રહ્યા છીએ.રાજ્યમાં અત્યારસુધીમાં 12 લાખ 24 હજાર 073ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 942 પર સ્થિર છે તેમજ અત્યારસુધીમાં 12 લાખ 12 હજાર 992 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 148 એક્ટિવ કેસ છે, એકપણ દર્દી વેન્ટિલેટર નથી, જ્યારે 148 દર્દીની હાલત સ્થિર છે.

આ પણ વાંચોઃ Viral disease increased in summer: ગરમીના કારણે વધ્યા રોગચાળો વધ્યો, આ બિમારીઓના કેસો નોંધાયા- વાંચો વિગત

Gujarati banner 01