Bhavnagar irrigation samiti

ભાવનગર: સિચાઈ નાં પાણી અંગે સલાહકાર સમિતિ ની બેઠક

Bhavnagar irrigation samiti

અહેવાલ: દિનેશ મકવાણા, ભાવનગર

ભાવનગર, ૦૩ ડિસેમ્બર: શેત્રુંજી ડેમના જમણા-ડાબા કાંઠાના ખેડુતોને પાણી આપવાના નિતી-નિયમોનું ચૂસ્તપણે પાલન કરવા માટે સલાહકાર સમિતિની પાલીતાણા ખાતે એક મીટીંગ નું આયોજન કરવામાં આવેલ. આ મીટીંગ માં ભાવનગરના અધિક્ષક ઇજનેર પાણી વર્તુળ, જીલ્લા કલેકટર, કાર્યપાલક ઇજનેર, ધારાસભ્યોન અને ખેડૂતો ઉપસ્થિત રહેલ.મીટીંગ દરમ્યાન ખેડૂત એકતા મંચ દ્વારા ખેડૂતો ના પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવતા પડતર પ્રશ્નોનાં નિરાકરણ ની બાહેધરી અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ.

ભાવનગર જીલ્લા નાં જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ નું પાણી ખેડૂતો ને સિચાઈ માટે કેનાલ મારફતે છોડવામાં આવે છે.છેલ્લા ઘણા સમય થી ખેડૂતો દ્વારા પાણી ક્યારે છોડવું અને કેટલી માત્રામાં છોડવું તે બાબતે રજૂઆત કરવામાં આવેલ.જે અંગે જીલ્લા વહીવટીતંત્ર દ્વારા આજ રોજ બપોર ના સમયે પાલીતાણા ખાતે એક સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવેલ. આ બેઠકમાં અધિક્ષક ઇજનેર પાણી વર્તુળ, જીલ્લા કલેકટર, કાર્યપાલક ઇજનેર, ધારાસભ્યોન અને ખેડૂતો ઉપસ્થિત રહેલ.મીટીંગમાં તંત્ર દ્વારા છોડવામાં આવતા પાણી નો વેડફાટ ન થાય તેમજ સિંચાઇ માટે પુરતા પ્રમાણમાં મળે તે માટેની વ્યવસ્થા અંગે ચર્ચાઓ ખેડૂતો સાથે કરવામાં આવેલ.

પાલીતાણા ખાતે ખેતી માટે ખેડૂતો ને પાણી કેનાલોમાં છોડવા બાબતે એકત્રિત થયેલ ખેડૂત એકતા મંચ દ્વારા ખેડૂતો નાં અનેક પડતર પ્રશ્નો નાં નિરાકરણ અંગે ચર્ચા કરવમાં આવેલ જેમાં ખાસ કરીને શેત્રુંજી ડેમનું પાણી ખેડૂતોને કયારે આપવું ,કેટલા પાણ આપવા,બે કે ત્રણ હપ્તે પાણી આપવું કે સળંગ આપવું,કેનાલોની સફાઇ કરવી,જર્જરીત કેનાલો રિપેર કરવી,જમણા કાંઠે છેવાડા ના સથરા ગામ સુધી અને ડાબા કાંઠે છેવાડાના અકવાડા-અવાણીયા સુધી પાણી મળી રહે તેમજ શેત્રુંજી ડેમનું સો ટકા પાણી એટલે કે ઝીરો લેવલ સુધી ખેડૂતોને સીંચાઇ માટે આપવા જેવા પ્રશ્નોની ખેડૂતો દ્વારા રજુઆત કરવામાં આવેલ.

છેલ્લા ઘણા સમય થી ખેડૂત એકતા મંચ દ્વારા ખેડૂતોના પડતર પ્રશ્નો અંગે અધિકારીઓ તેમજ રાજકીય નેતાઓને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ના આવતા આજ ની સલાહકાર સમિતિની મીટીંગ દ્વારા પડતર પ્રશ્નો ના નિરાકરણ ની બાહેધરી આપવામાં આવેલ તેમજ ખેડૂતો દ્વારા પણ કેનાલમાં છોડવામાં આવેલ પાણી નો બગાડ કે ચોરી નહિ કરવાની હૈયા ધારણા આપવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *