kangna edited

કૃષિ આંદોલનમાં સામેલ દાદી વિશે અપશબ્દ લખવા પર કંગનાને મળી લિગલ નોટિસ, 7 દિવસમાં માફી નહીં માગે તો થશે માનહાની કેસ

kangna edited

અમદાવાદ,03 ડિસેમ્બરઃ કંગના રનૌત પોતાની ફિલ્મોની સાથે સાથે વારંવાર પોતાના નિવેદનોના કારણે મીડિમા છવાયેલી રહે છે. એક્ટ્રેસે દેશ-દુનિયા દરેક મુદ્દા પર પોતાના મત મૂકે છે, જેના કારણે તેને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ વખતે પણ કંઇક એવુ જ થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં કૃષિ આંદોલન ચાલી રહ્યું છે.

આવામાં કંગનાએ એક નકલી ટ્વીટને રીટ્વીટ કર્યુ જેમાં તેણે ખેડૂતોના પ્રોટેસ્ટમાં સામેલ થયેલ એક વૃદ્ધ ખેડૂત દાદીને શાહીનબાગની બિલકિસ બાનો કહી હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર કંગનાને ટ્રોલ કરવામાં આવી છે. જો કે લોકોના નિશાના પર આવ્યા બાદ તેણે પોતાનું ટ્વીટ ડિલીટ કરી દીધુ છે. ત્યાં હવે એક વકીલે એક્ટ્રેસને લિગલ નોટિસ મોકલી છે.

whatsapp banner 1

સૂત્રો અનુસાર, પંજાબ-હરિયાણા હાઇ કોર્ટના વકીલ અને સોશિયલ એક્ટિવિસ્ટ હાકમ સિંહે આ લિગલ નોટિસ એક્ટ્રેસને મોકલ્યું છે. આ નોટિસમાં કંગાનાને 7 દિવસની અંદર માફી માંગવાનું કહ્યું છે.

કંગનાએ કૃષિ આંદોલનમાં સામેલ થનારી દાદી માટે અપશબ્દ બોલવા પર માફી માંગવાનું કહ્યું છે. જો કંગના 7 દિવસમાં માફી નહીં માંગે તો તેની પર માનહાનીનો કેસ કરવામાં આવશે.