CHEMICAL

Bhruch blast: ભરૂચની કેમિકલ ફેક્ટ્રીમાં આગ લાગી, 24 કર્મચારી ગંભીર રીતે થયા ઘાયલ

Bhruch blast

ભરુચ, 23 ફેબ્રુઆરીઃ ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં ખાનગી કંપંનીમાં વીતી મોડી રાત્રે અચાનક જ વિસ્ફોટ(Bhruch blast) બાદ આગ ફાટી નીકળી હતી. ભરૂચ જિલ્લામાં મંગળવારની મધ્યરાત્રીએ મોટો અકસ્માત થયો છે. ઝગડીયા સ્થિત કેમિકલ ફેક્ટરી કંપની યુપીએલ-5ના પ્લાન્ટમાં ધમાકો થયો છે. આ ધમાકાની ઝપેટમાં 24 લોકો ઘાયલ થયા છે. યુપીએ કંપનીમાં ધમાકા પછી લાગેલ આગમાં 24 કર્મચારીઓને ઇજા થઇ છે. તેમને ભરૂચ અને વડોદરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જો કે ધમાકા અંગે કોઈ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ આગ પર કાબુ મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે.

Whatsapp Join Banner Guj

આ આગ(Bhruch blast)માં કંપનીમાં કામ કરી રહેલા 40 કામદારો દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ગુમ થયેલા પાંચ યુવાનો જીવતા ભૂંજાયા હોવાની આશંકા છે. ગુમ યુવાનોના પરિવારજનો કંપની ઉપર દોડી આવ્યા હતા.આ પ્રચંડ આગને લીધે આસપાના ઘરોના કાચ તૂટ્યા હતા અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

ખાનગી કંપનીમાં થયેલા મોટા વિસ્ફોટનો અવાજ 12 થી 15 કિલોમીટર સુધી સંભળાયો હતો. આગને લીધે કંપનીમાં ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગની જાણ થતા પોલીસ તેમજ આરોગ્ય ખાતાના કર્મચારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા.

Whatsapp Join Banner Guj

નોંધનીય છે કે, રાત્રીના દોઢ કલાકે યુપીએલ કંપનીની સીએમ કેમિકલ પ્લાન્ટમાં ઘટના બની હતી. ઝઘડિયા, અંકલેશ્વર, ભરૂચ, દહેજ ના 15 થી વધુ અગ્નિશામક દળોની ટીમ આગ ઉપર કાબુ મેળવવા કામે લાગી ગઇ હતી. રાત્રીના દોઢ કલાકની ઘટના, હજુ આગ ઉપર કાબુ મેળવાયો નથી. કંપનીના સીએમ પ્લાન્ટમાં કામ કરતા શુક્લતીર્થ અને અવિધાના યુવક લાપતા છે.

આ પણ વાંચો…

મમતા સરકાર પર કર્યા આકરા પ્રહાર,PM modi કહ્યું, મા માટી માનુષની વાત કરવાવાળા આ લોકો બંગાળના વિકાસ સામને દિવાલ બનીને ઉભા છે!