Bhuj sarpanch

Bhuj ACB trap: ભૂજ ACBની સફળ ટ્રેપ; કુકમા ગામના મહિલા સરપંચના પતિ લાંચ લેતા ઝડપાયા

Bhuj ACB trap: ફરિયાદી પાસેથી 5 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી

ભૂજ, ૧૩ ઓગસ્ટ: Bhuj ACB trap: ભૂજ તાલુકાના કુકમા ગામના મહિલા સરપંચ કંકુબેન વણકરના પતિ, ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અમૃતલાલ વણકર સહિતના ત્રણ જણા રૂપિયા ચાર લાખની રકમની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાઇ ગયા હતા.

એન્ટી કરપ્શન બ્યુરો ભુજ ઓફિસના પી.આઈ. એમ.જે. ચૌધરીએ વિગતો આપતા જણાવ્યું હતું કે ફરિયાદી માઇન્સ અને મીનરલ વ્યવસાય સાથે સંકળાયેલ છે તેમણે ઔધોગિક બાંધકામ માટે ગ્રામ પંચાયત ટૂંકમાં પાસેથી આકારની અને મંજૂરી આપવા અને તેમની કંપની વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવા કુકમાના મહિલા સરપંચ પાસે રજૂઆત કરી હતી આ અંગે કુકમા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ કંકુબેન અમૃતભાઈ મારવાડાએ રૂપિયા પાંચ લાખની લાંચ માંગી હતી.

આ પણ વાંચો…Rubina beach photo: ટીવી જગતની કિન્નર વહુ રૂબીનાએ શેર કરી બીચ પર વેકેશન એન્જોય કરતી બોલ્ડ તસવીરો

જે પૈકી રૂપિયા એક લાખ ફરિયાદીએ આપી દીધા હતા જ્યારે બાકીના ચાર લાખ આપવાના હતા પરંતુ આ રકમ વધારે હોય ફરિયાદી આ રકમ ઓછી કરવા આજીજી કરેલી પરંતુ મહિલા સરપંચ કંકુબેન દ્વારા દાદ ન અપાતાં ફરિયાદીએ મદદનીશ નિયામક એન્ટી કરપ્શન બ્યુરો ભુજનો સંપર્ક કરતા આ મામલે ભુજ એસીબી (Bhuj ACB trap) પીઆઈ એમ.જે. ચૌધરીને સૂચના અપાયા બાદ ફરિયાદી સાથે સંપર્ક કરીને છટકું ગોઠવવામાં આવ્યું હતું.

દરમિયાન આજે બાકીના રૂપિયા ૪ લાખ આપવાનું નક્કી થતાં ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી મહિલા સરપંચ કંકુબેનને વાત કરતા કંકુબેન ભુજ ખાતે મહાદેવ નાકા પાસે તેમનો પતિ અમૃતલાલ બેચરભાઈ મારવાડા (Bhuj ACB trap) તેમણે આ રકમ આપી દેવાનું કહેતા છટકું ગોઠવાયું હતું જેમાં ફરિયાદી પાસેથી રૂપિયા ૪ લાખ સ્વીકારતા સરપંચ કંકુબેનના પતિ અમૃતલાલ મારવાડા અને તેમના સંબંધી રવજીભાઈ બુચિયા તથા રિતેશ રવજી બુચિયા લાખની રકમ સ્વીકારતા રંગે હાથે પકડાઈ ગયા હતા

આ કેટલાય ભુજ શહેર સહિત સમગ્ર કચ્છમાં ચકચાર મચાવી દીધી છે. મહિલા સરપંચ સામે ગુનો નોંધાયાની વિગતો સામે આવી રહી છે.

Whatsapp Join Banner Guj