Manish doshi

Dr doshi letter to CM: મુખ્યમંત્રી સ્વાલંબન યોજના (MYSY) હેઠળ બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને સહાય તાત્કાલિક આપવા ડૉ.મનીષ દોશીની માંગ

Dr doshi letter to CM: રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પક્ષના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશી.

અમદાવાદ , ૧૩ ઓગસ્ટ: Dr doshi letter to CM: ગુજરાતમાં વિવિધ અભ્યાસક્રમો – વિદ્યાશાખામાં અભ્યાસ કરતા બિન અનામત વર્ગના વિદ્યાર્થી – વિદ્યાર્થીની ઓને છેલ્લા ૧૫ મહિના થી મળવાપાત્ર શૈક્ષણિક સહાયતાની રકમ મળી નથી. રાજ્યની ખાનગી શાળા – કોલેજોના સંચાલકો એક તરફ તાકીદે ફી ભરવા દબાણ કરી રહ્યા છે બીજી બાજુ રાજ્ય સરકાર તરફ થી જે તે વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓને તેમને મળવાપાત્ર સ્કોલરશીપ તથા શિક્ષણ સહાયના નાણા ૧૫ મહિનાથી ચુકવવામાં વિલંબ થઇ રહ્યો છે આ અંગે વિદ્યાર્થી અને વાલીઓ પણ રાજ્ય સરકારને વારંવાર રજૂઆત કરેલ છે. તેમ છતાં ઉકેલ આવેલ નથી.

મંદી – મોંઘવારી – મહામારીમાં સપડાયેલ સામાન્ય- માધ્યમવર્ષના બિન અનામતવર્ગના વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ ઊંચા ફીના ધોરણોના કારણે અભ્યાસ છોડી દેવા મજબુર બની રહ્યા છે અને અભ્યાસ સળંગ રાખવો હોય તો સંચાલકોના દબાણ હેઠળના નાણા દેવું કરીને પણ ભરવાની ફરજ પડી રહી છે. (Dr doshi letter to CM) ખાસ કરીને કોરોના કાળમાં પણ ખાનગી શાળા – કોલેજોના સંચાલકોએ ફી વસુલવા માટે રીતસર જોહુકમી ચલાવી રહ્યા છે. મેડીકલ – ડેન્ટલ સહિતના વ્યવસાયિક અભ્યાસરૂમોના સંચાલકો તો એડવાંસ ફી માટે સ્પષ્ટ નોટીસ આપી રહ્યા છે

આ પણ વાંચો…Bhuj ACB trap: ભૂજ ACBની સફળ ટ્રેપ; કુકમા ગામના મહિલા સરપંચના પતિ લાંચ લેતા ઝડપાયા

અને જો ફી ભરવામાં વિલંબ થશે તો મહામારીના સમયમાં પણ પેનલ્ટી વસુલવાની નોટીસ આપી દીધી છે. આ અંગે રાજ્ય સરકાર, ખાનગી કોલેજ સંચાલકોની તરફદારી કરી રહી છે અને સામાન્ય – મધ્યમવર્ગના વાલીઓની સદંતર ઉપેક્ષા કરતી હોય તેમ સ્પષ્ટ જણાય છે.

ડો દોશીએ પાત્રમાં લખીયું છેકે બિન અનામત વર્ગના વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓને મળવાપાત્ર શૈક્ષણિક લાભો – સ્કોલરશીપની રકમ જે લાંબા સમયથી અટકાવેલ છે તે તાત્કાલિક મુક્ત કરવામાં આવે. જેથી મંદી – મોંઘવારી મહામારીમાં સપડાયેલ સામાન્ય અને માધ્યમવર્ગના વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓને થોડી રાહત મળે.

Doshi letter to cm
Whatsapp Join Banner Guj