bhuj nagarpalika

Bhuj nagarpalika tax recovery: ભુજ નગરપાલિકાના મિલકત ધારકો પાસેથી અગાઉના કેટલાય વર્ષોની મોટી રકમ વસુલવાની બાકી છે

Bhuj nagarpalika tax recovery: ભુજ નગરપાલિકાના પદાધિકારીઓથી ચાલુ સાલે 12 મહિનામાં લક્ષ્યાંક પાર ન પડ્યો

ભુજ, 22 માર્ચ: Bhuj nagarpalika tax recovery: ભુજ નગરપાલિકામાં ગત હિસાબી વર્ષ 2020/21ના માર્ચ માસમાં પદભાર સંભાળ્યા બાદ એક માસના અંતે 31મી માર્ચે વિક્રમી વેરા વસુલાત નો યશ પદાધિકારીઓએ લીધો હતો. પરંતુ, ચાલુ હિસાબી વર્ષ 2021/22માં તો 12 માસ જેટલો સમય મળ્યા છતાં લક્ષ્યાંક પાર નથી પડ્યો, જેથી પ્રશ્ન થાય છે કે, નબળી કામગીરીનું ઠીકરું કોના માથે ફોડવામાં આવશે.

જે બાદ હિસાબી વર્ષ 31 માર્ચે પૂરું થતા જ નગરપાલિકા દ્વારા 13.59 કરોડ રૂપિયાની વેરા વસુલાત કરી હતી. પરંતુ, સત્તાના સૂત્રો સંભાળ્યા ને માત્ર 1 માસ જેટલો સમય થયો હતો. છતાં વિક્રમી વસુલાતનો યશ લઈ લીધો હતો.

જોકે ચાલુ હિસાબી (Bhuj nagarpalika tax recovery) વર્ષ 2021/22માં 15 કરોડ રૂપિયાનો લક્ષ્યાંક રખાયો હતો. પરંતુ, માર્ચ માસની 20મી તારીખ સુધી 10.50 કરોડ રૂપિયા જ વસુલાય છે અને હવે માત્ર 11 દિવસ જેટલો જ સમય બાકી છે, જેથી લક્ષ્યાંક પાર પાડવા 4.50 કરોડ રૂપિયા વસુલી શકાય એવી શક્યતા દેખાતી નથી.

પૂર્વ મુખ્ય અધિકારીની કાર્યરીતિ નડી : પ્રમુખ
Bhuj nagarpalika tax recovery: ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ આર. ઠક્કરે નબળી વસુલાત બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, ગત હિસાબી વર્ષમાં ઘણા કરદાતાઓની અગાઉના ઘણા વર્ષોની બાકી રકમ લેવાની હતી. જે આ વખતે નથી થતી. વળી પૂર્વ મુખ્ય અધિકારી પરાક્રમસિંહ મકવાણાની કાર્યરીતિ વેરા વસુલાતમાં અડચણ રૂપ બની ગઈ હતી!

જોકે, પ્રમુખના એ જવાબથી પેટા પ્રશ્ન થાય છે કે, તો પછી લક્ષ્યાંક 15 કરોડનો કેમ રખાયો હતો. બીજું હકીકત તો એ છે કે, 45000 મિલકત ધારકોમાંથી મોટાભાગના પાસેથી અગાઉના કેટલાય વર્ષોની મોટી રકમ વસુલવાની બાકી છે.

આ પણ વાંચો..Cultivation of Taiwanese watermelon in Kamaraj: કામરેજના યુવા ખેડૂત પ્રવિણભાઈએ રસમધુરા અને રંગબેરંગી તાઈવાની તરબૂચની ખેતીમાં કરી કમાલ

Gujarati banner 01