New lpg connection of indane

LPG Price Hike: મહિલાઓનું બજેટ ફરી ખોરવાશે, દૂધ અને પેટ્રોલ-ડીઝલ બાદ હવે LPG સિલિન્ડરના ભાવમાં વધારો- વાંચો વિગત

LPG Price Hike: ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ આજથી એટલે કે 22 માર્ચથી ઘરેલુ એલપીજીના ભાવમાં વધારો કર્યો

બિઝનેસ ડેસ્ક, 22 માર્ચઃ LPG Price Hike: Russia-Ukraine War ના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા વધારાની અસર હવે ઘરેલુ સ્તરે જોવા મળી રહી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ આજથી એટલે કે 22 માર્ચથી ઘરેલુ એલપીજીના ભાવમાં વધારો કર્યો છે. આ અગાઉ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ 80 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. તેના થોડા દિવસ અગાઉ જ પ્રમુખ દૂધ કંપનીઓએ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2-5 રૂપિયાનો વધારો કર્યો હતો. આમ, સામાન્ય જનતાને એક સાથે મોંઘવારીનો માર પડ્યો છે. 

50 રૂપિયાનો વધારો

સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઘણા મહિનાના અંતર બાદ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ઓઈલ કંપનીઓએ 6 ઓક્ટોબર 2021 પછી ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારા બાદ દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત આજથી 899.50 રૂપિયાથી વધીને 949.5 રૂપિયા થઈ ગઈ છે. 

આ પણ વાંચોઃ Chief minister of Goa and Manipur: ગોવાના મુખ્યમંત્રી બનશે પ્રમોદ સાવંત, તો મણિપુરમાં સતત બીજી વખત મુખ્ચમંત્રી બન્ચા એન બિરેન સિંહ- વાંચો વિગત

આ શહેરોમાં આટલો વધ્યો ભાવ 

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત વધીને 976 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ કોલકાતામાં તેની કિંમત 926 રૂપિયા હતી. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એલપીજી સિલિન્ડરની કિંમત વધીને 987.5 રૂપિયા થઈ ગઈ છે. પટનામાં 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 1047.5 રૂપિયા થઈ ગઈ છે.

મુંબઈ અને ચેન્નઈમાં પણ વધ્યા ભાવ 

માયાનગરી મુંબઈમાં 14.2 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરનો ભાવ વધીને 949.5 રૂપિયા થઈ ગયા છે અહીં તેની કિંમત 899.5 રૂપિયા હતી. બીજી તરફ ચેન્નાઈમાં 14.2 કિલોના એલપીજી સિલિન્ડરનો ભાવ વધીને 965.5 રૂપિયા થઈ ગયો છે. આ પહેલા શહેરમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ 915.5 રૂપિયા હતો.

Gujarati banner 01