Bhupendra patel work: મુખ્યમંત્રી બનવાના કલાકો પહેલા આ કાર્ય કરી રહ્યાં હતા ભુપેન્દ્ર પટેલ!

Bhupendra patel work: મારુ નામ લેવાશે તેનો મને અણસાર ન હતો. પરંતુ હવે નાનામાં નાનો માણસ રહીને ગુજરાત અને તેની પ્રજા માટે કામ કરીશ.- ભુપેન્દ્ર પટેલ

અમદાવાદ, 13 સપ્ટેમ્બરઃ Bhupendra patel work: ગઇકાલે જ પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ ભુપેન્દ્ર પટેલનું નામની નવા મુખ્યમંત્રી તરીકે જાહેરાત કરી હતી. ત્યાર બાદ ભુપેન્દ્ર પટેલ કોણ છે તે સૌ કોઇ જાણવા ઇચ્છે છે. સામાન્ય જનતાનો પ્રશ્ન એ જ છે કે ભુપેન્દ્ર પટેલ હોય કે બીજુ કોઇ પણ મુખ્યમંત્રી આવે પણ તે કામ કેવુ કરશે. તો તેઓને જણાવવાનું કે, જાણો નવનિયુક્ત જાહેર થયેલા મુખ્યમંત્રી પોતાના નામની જાહેરાત પહેલા પણ પોતાના વિસ્તાર માટે કાર્યરત હતા.

ભુપેન્દ્રભાઇ ટ્વિટર ના માધ્યમથી પોતે કરેલું વૃક્ષારોપણના ફોટોઝ અપલોડ કર્યા હતા. તેમાં લખ્યું હતું કે, આજે મારા મતવિસ્તારના બોપલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.આ પ્રસંગે કર્ણાવતી મહાનગર મંત્રી પ્રગ્નેશ પટેલ જી,AMTS સભ્ય વિનોદભાઈ પટેલ,વોર્ડના કાઉન્સિલરશ્રીઓ તથા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

ભુપેન્દ્ર ભાઇ પોતાના વિસ્તારમાંથી ચૂંટાયા બાદ સતત ત્યાંની તમામ વ્યવસ્થાનું ધ્યાન રાખે છે. હવે જોવાનું રહેશે કે ગુજરાતના નાથ બનીને ગુજરાતની સમસ્યાઓ દૂર કરાવા શું કરે છે. નોંધનીય છે કે મુખ્યમંત્રી તરીકે શપથ લેતા પહેલા એક્શનમાં આવ્યા ભૂપેન્દ્ર પટેલ
જામનગર જિલ્લામાં વરસાદના કારણે પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા 3 ગામોના 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ સહાય પહોંચાડી એર લિફ્ટ કરી સલામત સ્થળે ખસેડવા જિલ્લા કલેક્ટરને આદેશ આપ્યો.

આ પણ વાંચોઃ Nitin patel: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું દર્દ છલકાયું, કહી આ મોટી વાત- વાંચો વિગત

ગઇ કાલે મુખ્યમંત્રી પદ તરીકેની જાહેરાત થયા બાદ તેમણે કહ્યું કે, મારુ નામ લેવાશે તેનો મને અણસાર ન હતો. પરંતુ હવે નાનામાં નાનો માણસ રહીને ગુજરાત અને તેની પ્રજા માટે કામ કરીશ.

Whatsapp Join Banner Guj