Bibipura marathon run

Bibipura marathon run: અમદાવાદ જિલ્લાના બીબીપુરા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મેરેથોન દોડ યોજાઇ

Bibipura marathon run: દોડવીરોએ ક્લીન મેરેથોનમાં જોડાઇ શહેરમાં સ્વચ્છતા અંગેના સંદેશા ગુંજતા કર્યા

  • જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા મેરેથોન દોડને લીલીઝંડી આપી દોડમાં સહભાગી થયા

અહેવાલ: અમિતસિંહ ચૌહાણ
અમદાવાદ, ૧૧ ઓક્ટોબર:
Bibipura marathon run: “સ્વરછતા મારો અધિકાર સ્વચ્છતા મારી ફરજ” જેવા જનજાગૃતિના સંદેશાને અમદાવાદ શહેરમાં ગુંજતા કરી જનમાનસ પટલ પર સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા દસ્ક્રોઇ તાલુકાના બીબીપુરા ગામ ખાતે ‘ક્લીન મેરેથોન દોડ’ યોજવામાં આવી હતી. આ મેરેથોન દોડમાં દોડવીરો, રમતવીરો, પોલીસ જવાનો ઉત્સાહભેર જોડાયા હતા. જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલિયા એ લીલી ઝંડી આપી મેરેથોન દોડને પ્રસ્થાન કરાવી પોતે પણ આ દોડમાં જોડાયા હતા.

Bibipura marathon run

જેમાં દસ્ક્રોઇ તાલુકા પ્રમુખ જિલ્લા રમત-ગમત અધિકારી, યુવા વિકાસ અધિકારી મકવાણા, સીનીયર કોચ પણ સહભાગી બન્યા હતા.
આ મેરેથોન દોડમાં દોડવીરોએ સ્વચ્છતા અંગેના વિવિધ સંદેશા આપ્યા હતા. સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ ટાડવા માટે પણ આ રમતવીરોએ લોકોને પ્રેરણા આપી હતી ક્લીન મેરેથોન દોડ કાર્યક્રમમાં રાષ્ટ્રીય-આંતર રાષ્ટ્રીય સ્તરે વિવિધ રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા જિલ્લાના ૧૦ રમતવીરોનુ પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

Bibipura marathon run

આ મેરેથોન દોડમાં જિલ્લા વિકાસ અધિકારી સાથે, ૩૦૦ જેટલા રમતવીરો, ૬૦ પોલીસ જવાનો, જિલ્લાના અધિકારીઓ પણ આ દોડમાં સહભાગી બન્યા હતા..

આ પણ વાંચો…Power crisis: વીજળી સંકટને લઇ કેન્દ્રીય મંત્રી કહ્યું- દેશમાં કોલસાની કમી નથી, 24 દિવસનો કોલ સ્ટોક

Whatsapp Join Banner Guj