sayaji hospital image operation

Sayaji Hospital Medical Equipment: સયાજી હોસ્પિટલ પર કોરોના પછી તબીબી સાધન સુવિધામાં વધારા માટે ધનવર્ષા…

Sayaji Hospital Medical Equipment: કોર્પોરેટ એકમે ઇ.એન.ટી અને બાળ સારવાર વિભાગને આપ્યા અંદાજે રૂ.૧.૮૦ કરોડની કિંમતના ખૂબ ઉપયોગી તબીબી સાધનો..

  • સાંસદ રંજનબહેન ભટ્ટ દ્વારા રૂ.૫૦ લાખનું અનુદાન ફાળવવાની જાહેરાત..
  • મહેસુલ મંત્રી સહિત ચાર શહેરી ધારાસભ્યો દ્વારા તબીબી સાધન સુવિધા વધારવા રૂ.૧.૮૦ કરોડના અનુદાનની ફાળવણી..

વડોદરા, ૧૧ ઓક્ટોબર: Sayaji Hospital Medical Equipment: કોરોના કાળ આમ તો ઘણી કડવી અને વરવી યાદો મૂકીને ગયો છે.પરંતુ તેની સાથે આ કપરા કાળમાં કેટલાક સકારાત્મક ઘટનાક્રમો સર્જાયા છે. જેમાં મધ્ય ગુજરાતની સહુથી મોટી સરકારી સયાજી હોસ્પીટલમાં તબીબી સાધન સુવિધાના વધારા અને અદ્યતનીકરણ માટે સતત મળી રહેલી મદદનો સમાવેશ થાય છે.

કોરોના દરમિયાન આ સરકારી દવાખાનામાં સઘન સારવાર અને જીવનરક્ષાનું ઘણું ઉમદા કામ થયું.તે પછી મ્યુકરમાયકોસિસ સામેનો અઘરો જંગ હજુ પણ ચાલી જ રહ્યો છે. તેને અનુલક્ષીને ખાનગી,જાહેરક્ષેત્રની કંપનીઓ, સંસ્થાઓ અને વ્યક્તિગત દાતાઓ જરૂરી તબીબી સાધન સુવિધાઓ વધારવામાં સતત મદદરૂપ થઈ રહ્યાં છે.બીજી તરફ સાંસદશ્રી તથા શહેરના ધારાસભ્યઓ નવા તબીબી સાધનો ખરીદવા અનુદાનોની જાણે કે ધનવર્ષા કરી રહ્યાં છે.

Sayaji Hospital Medical Equipment

પ્રોત્સાહિત થયેલા તબીબી અધિક્ષક ડો. રંજન કૃષ્ણ ઐયર જણાવે છે કે,તાજેતરમાં સયાજી હોસ્પિટલના ઇતિહાસમાં પહેલીવાર કોઈ કોર્પોરેટ એકમે તબીબી સાધનો (Sayaji Hospital Medical Equipment) વધારવા માટે એકસામટી મસમોટી મદદ કરી હોય એવું બન્યું છે. કોર્પોરેટ એકમ ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ – સી.જી.એ કોઈ ઝાઝી પડતાલ કર્યા વગર કે હોસ્પિટલની મુલાકાત લીધા વગર અંદાજે રૂ.૧.૮૦ કરોડના ખર્ચે ખૂબ અદ્યતન તબીબી સાધનો હોસ્પિટલ ના બાળ સારવાર વિભાગ અને ઇ. એન. ટી. વિભાગને ઉપલબ્ધ કરાવ્યા છે.સી.જી. કંપનીએ હોસ્પિટલની જરૂરિયાત સમજી,શ્રેષ્ઠ ઉત્પાદક કંપનીઓ પાસે જાતે જ તેની ખરીદી કરીને આ અદ્યતન ઉપકરણો ઉપલબ્ધ કરાવ્યા છે.

આ પણ વાંચો…Hello… jilla Panchayat; વડોદરા જિલ્લા પંચાયત દ્વારા સમગ્ર રાજ્યમાં એક નવતર પહેલ

તેમણે જણાવ્યું કે, (Sayaji Hospital Medical Equipment) મારા ઈ.એન.ટી.વિભાગને એવા સાધનો અને સ્પેર્સ મળ્યા જેની મને વર્ષોથી ઝંખના હતી.અને તે મયુકરની સારવારમાં ખૂબ ઉપયોગી અને જીવનરક્ષક પુરવાર થયાં છે. લોક કલ્યાણ માટે સતત કાર્યરત રહેતા સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે તાજેતરમાં હોસ્પિટલ ની મુલાકાત સમયે પોતાના અનુદાનમાં થી નવીન તબીબી સાધન સુવિધા ઉપલબ્ધ કરાવવા રૂ.૫૦ લાખ ફાળવવાની જાહેરાત કરી છે અને કયા વિભાગને કયા સાધનો આપી શકાય તેની યાદી માંગી છે.અત્યાર સુધી જે વિભાગોને લાભ મળ્યો જ નથી એ વિભાગોને ખૂટતા સાધનો સાંસદ અનુદાનમાંથી આપવાનું અમારું આયોજન છે.

સયાજીમાં તબીબી સાધન સુવિધા વધારવા રાજ્યના મહેસૂલ મંત્રી અને રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીએ રૂ.૮૦ લાખનું અનુદાન ફાળવ્યું છે.તો પૂર્વ નર્મદા વિકાસ મંત્રી અને માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલની રૂ.૫૦ લાખની અનુદાન ફાળવણી ન્યુરો વિભાગ માટે ઉપયોગી થઇ પડી છે. પૂર્વ મંત્રી અને સયાજીગંજના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા અને અકોટા ના વિધાયક સીમાબેન મોહિલે એ રૂ.૨૫/ ૨૫ લાખની સાધન સહાય દર્દી સેવા માટે આપી છે.

Whatsapp Join Banner Guj

આમ,પોસ્ટ કોરોના પિરિયડમાં સાંસદ તેમજ ચાર શહેરી ધારાસભ્યોએ તબીબી સાધન સુવિધાઓ વધારવા માટે સયાજી હોસ્પિટલના ખાતે અંદાજે રૂ.૨.૩૦ કરોડનું અનુદાન જમાં કરાવ્યું છું. અગાઉ સાંસદ/ ધારાસભ્યને તેમના અનુદાનમાથી સરકારી હોસ્પિટલોને ફાળવણી કરવા ની છૂટ ન હતી.રાજ્ય સરકારે કોરોનાની વિશેષ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તેની છૂટ આપી જેનું ખૂબ સારું પરિણામ મળ્યું છે. પરમ સંત વિભૂતિ સાવલીવાળા સ્વામીજીએ, સત્ય સંકલ્પનો દાતા ભગવાન એવું અમર સૂત્ર આપ્યું છે.

તેને જાણે કે સાર્થક કરતાં હોય તેમ તબીબી અધિક્ષક ડો. રંજન કૃષ્ણ ઐયર જણાવે છે કે હું રોજ ,આજે દર્દી કલ્યાણનું ઓછામાં ઓછું એક કામ તો કરવું જ છે એવા શુભ સંકલ્પ સાથે ઘેર થી નીકળું છું.અને ઈશ્વર કૃપાથી તેનું સારું ફળ મળી રહ્યું છે.છેલ્લા ૧૪ મહિનાથી ટીમ સયાજી ની જવાબદારી સહુના સહયોગથી સંભાળી રહ્યો છું અને કશુંક નક્કર કરી શક્યાનો મને આનંદ છે. સાચે જ દર્દી કલ્યાણનો ટીમ સયાજીનો સત્ય સંકલ્પ સહુના સહયોગથી સિદ્ધ થઈ રહ્યો છે.