Biporjoy Cyclone 1

Biporjoy Cyclone news: કાલે સાંજે રાજ્યના દરિયાકિનારે ટકરાશે વાવાઝોડું, આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

Biporjoy Cyclone news: હાલના આંકડાને જોતા વાવાઝોડું પોરબંદર અને દ્વારકાના દરિયા કિનારારથી દૂર જઈ રહ્યું

અમદાવાદ, 14 જૂનઃ Biporjoy Cyclone news: ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે કાલે સાંજે રાજ્યના દરિયાકિનારે વાવાઝોડું ટકરાશે. આ દરમિયાન હવામાન વિભાગના આજના લેટેસ્ટ અપડેટ આવી ગયા છે. સવારે 5.30 ક્લાકની સ્થિતિ મુજબ, હાવ વાવાઝોડું દ્વારકાથી 290 કિમી દૂર છે.

પ્રાપ્ત માહિતી મુજબ, કચ્છના માંડવીથી લઈને પાકિસ્તાનના કરાંચી વચ્ચે જખૌ બંદર નજીક વાવાઝોડું ટકરાશે. હાલના આંકડાને જોતા વાવાઝોડું પોરબંદર અને દ્વારકાના દરિયા કિનારારથી દૂર જઈ રહ્યું છે. જ્યારે કચ્છના જખૌ અને નલિયા તરફ આગળ વધી રહ્યું છે.

જખૌથી વાવાઝોડું પસાર થશે ત્યારે 125 થી 135 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદની પડી શકે છે. 16 તારીખ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી.

ક્યાં પહોંચ્યું વાવોઝોડું?

  • જખૌ બંદરથી 280 કિમી દૂર
  • દેવભૂમિ દ્વારકાથી 290 કિમી દૂર
  • નલિયાથી 310 કિમી દૂર
  • પોરબંદરથી 350 કિમી દૂર
  • જખૌ બંદર પર ટકરાઈ શકે વાવાઝોડું
  • માંડવી અને પાકિસ્તાન વચ્ચે ટકરાવાની શક્યતા

ક્યાં ભારે વરસાદની આગાહી?

  • કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે
  • દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
  • પોરબંદર, રાજકોટમાં ભારે વરસાદ પડી શકે
  • મોરબી અને જૂનાગઢમાં ભારે વરસાદની શક્યતા
  • સૌરાષ્ટ્રના બાકી વિસ્તારમાં આવી શકે છે વરસાદ
  • ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના

આ પણ વાંચો… Train Schedule update: 14 જૂનની પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ આ સ્ટેશનથી ઉપડશે, વાંચો વિગતે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો