Global meeting against terrorism

Global meeting against terrorism: અમિત શાહની અધ્યક્ષતામાં 18 નવેમ્બરથી આતંકવાદ વિરુદ્ધ વૈશ્વિક બેઠક

Global meeting against terrorism: આ કારણોસર પાછા હટ્યા 14 દેશો

પ્રથમ NMFT કોન્ફરન્સ 2018માં પેરિસમાં અને બીજી 2019માં મેલબોર્નમાં યોજાઈ હતી. શેડ્યૂલ મુજબ નક્કી કરવામાં આવ્યું હતું કે ભારત 2020માં આ બેઠકની યજમાની કરશે. પરંતુ કોવિડ રોગચાળાને કારણે યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે તે દિલ્હીમાં યોજાશે

નવી દિલ્હી, 12 નવેમ્બર: Global meeting against terrorism: FIFA 2022 વર્લ્ડ કપથી લઈને સામાન્ય ચૂંટણીઓ સુધી- આ 14 દેશો દ્વારા આપવામાં આવેલા કારણો છે જેમણે નો મની ફોર ટેરર ​​(NMFT) મંત્રી સ્તરીય પરિષદમાં ભાગ લેવામાં અસમર્થતા વ્યક્ત કરી છે. આ એક આંતરરાષ્ટ્રીય બેઠક છે જેમાં ટેરર ​​ફંડિંગનો સામનો કેવી રીતે કરવો તેની ચર્ચા થાય છે. 18-19 નવેમ્બરના રોજ ત્રીજી NMFT કોન્ફરન્સનું આયોજન ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવશે અને તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અન્ય લોકો હાજરી આપશે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, ‘પ્રથમ NMFT કોન્ફરન્સ 2018માં પેરિસમાં અને બીજી 2019માં મેલબોર્નમાં યોજાઈ હતી. શેડ્યૂલ મુજબ નક્કી કરવામાં આવ્યું હતું કે ભારત 2020માં આ બેઠકની યજમાની કરશે. પરંતુ કોવિડ રોગચાળાને કારણે યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે તે દિલ્હીમાં યોજાશે.’

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભારતે આ કાર્યક્રમના આયોજન માટે 87 દેશો અને 26 બહુપક્ષીય સંગઠનોને આમંત્રણ આપ્યું છે. કેટલાક દેશો હજુ પણ મીટિંગમાં તેમની સહભાગિતાની પુષ્ટિ કરી રહ્યા છે, ત્યારે કેટલાક દેશોએ ભાગ લેવા માટે તેમની અસમર્થતાની જાણ કરી છે.

આ પણ વાંચોBJP-congress candidates list: ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ જારી કરી ઉમેદવારોની લિસ્ટ, જાણો સંપૂર્ણ માહિતી

માહિતી અનુસાર, અત્યાર સુધીમાં, લગભગ 50 દેશોએ તેમની હાજરીની પુષ્ટિ કરી છે અને તેમાંથી કેટલાકે મંત્રી સાથે એક પ્રતિનિધિમંડળ મોકલવાની ખાતરી આપીને તેમની હાજરીની પુષ્ટિ કરી છે. લગભગ 14 દેશોએ માન્ય કારણો દર્શાવીને ભાગ લેવા માટે તેમની અસમર્થતા વ્યક્ત કરી છે.

સૂત્રો અનુસાર, કતારે 20 નવેમ્બરથી શરૂ થનારા ફિફા 2022 વર્લ્ડ કપને ટાંકીને આમાં ભાગ લેવાની અસમર્થતા વ્યક્ત કરી છે, જ્યારે મલેશિયાએ ઓક્ટોબરમાં તેની સંસદ ભંગ થયા બાદ સામાન્ય ચૂંટણીનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે ઈરાકે માહિતી આપી હતી કે તે ભાગ લઈ શકશે નહીં કારણ કે ત્યાં નવી નિમણૂંકો પ્રક્રિયા હેઠળ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે કોન્ફરન્સમાં આતંકવાદ અને આતંકવાદી ધિરાણના વૈશ્વિક વલણો, આતંકવાદ માટે ભંડોળના ઔપચારિક અને અનૌપચારિક માધ્યમોનો ઉપયોગ, નવી તકનીકો અને આતંકવાદી ધિરાણ સામે લડવામાં પડકારોનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ સહિતના વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવશે.

Gujarati banner 01