abd 1119 1614061054

રાજ્યમાં અમદાવાદ સહિતની મહાનગર પાલિકાઓમાં ભાજપના વિજય(Bjp Victory)ના એંધાણ, આતશબાજી સાથે ડીજે ના તાલે ભવ્ય વિજય સરઘસ નીકળ્યું: જુઓ વીડિયો

અમદાવાદ, 23 ફેબ્રુઆરીઃ રાજ્યની 6 મહાનગર પાલિકામાં ઓછા મતદાન બાદ 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે. રાજકોટમાં ભાજપને પહેલી જીત મળી છે. સુરતમાં સૌ પ્રથમ EVMની મતગણતરી શરૂ થઈ છે. ભાવનગરમાં વોર્ડ નંબર 7 અને 11ની પેનલ તથા જામનગરમાં વોર્ડ નંબરની પેનલના ભાજપના ચારેય ઉમેદવારો વિજેતા(Bjp Victory) જાહેર થયા છે.

64df9b8a 2eb0 43bc b4da 67157f8bf4b0

6 મહાનગરપાલિકાની 576માંથી 229ના ટ્રેન્ડમાં 162માં ભાજપ આગળ(Bjp Victory) છે, જ્યારે 45માં કોંગ્રેસ, 18માં AAP અને ઓવૈસીની પાર્ટી AIMIM 4 સીટ પર આગળ છે.સુરત વોર્ડ નંબર 4માં આપનો ઉમેદવાર આગળ(Bjp Victory), જ્યારે અમદાવાદના બહેરામપુરામાં ઔવેસીની પાર્ટી AIMIM આગળ છે. મહાનગરપાલિકાની મતગણતરીના શરૂઆતી ટ્રેન્ડમાં 105માં ભાજપ આગળ(Bjp Victory) છે, જ્યારે અમદાવાદ, રાજકોટ, જામનગર અને ભાવનગર સહિત 21માં કોંગ્રેસ આગળ છે.

Whatsapp Join Banner Guj

મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાન ગણતરી શરૂ થયા બાદ શરૂઆતી પરિમાણો આવવા લાગ્યા છે. ત્યારે ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે 11 વાગ્યા સુધી કોઈ મોટી ચહલપહલ જોવા નથી મળી રહી. શરૂઆતી પરિણામોમાં ભલે ભાજપ આગળ(Bjp Victory) હોય પરંતુ જે રીતે કોંગ્રેસની સાથે આપના ઉમેદવારોના મતોની નોંધ લેવાઈ છે, જેથી બન્ને પક્ષની ચિંતામાં વધારો કર્યો છે. તેવામાં ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે 10.30 વાગ્યે રાજ્યની મહાનગરપાલિકા ની ચૂંટણીના પ્રભારી આઈ. કે જાડેજા કાર્યાલય પહોંચ્યા છે. તે અગાઉ 9 વાગ્યે ભાજપ શહેર પ્રમુખ જગદીશ પંચાલ પણ કાર્યાલય પહોંચ્યા હતાં. કાર્યાલય ખાતેથી અમદાવાદ ના તમામ વોર્ડના વાલીઓને કાર્યાલય પહોંચવા માટે સૂચના આપવામાં આવી રહી છે. કાર્યાલય ખાતે હોલમાં ડિસ્પ્લે ગોઠવી સામુહિક રીતે પરિણામ જોવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Whatsapp Join Banner Guj

અમદાવાદના 24 વોર્ડની મતગણતરી એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે અને બાકીના 24 વોર્ડની ગણતરી ગુજરાત કોલેજ ખાતે ચાલી રહી છે. જેમાં સૈજપુર બોધા, ખોખરા, નવરંગપુરા, જોધપુર,થલતેજ અને વસ્ત્રાલમાં ભાજપની પેનલ જીતી છે. હાલના ટ્રેન્ડમાં બહેરામપુરામાં ઓવૈસીની AIMIM 3, જ્યારે ભાજપ 65 બેઠક પર અને 10 બેઠક પર કોંગ્રેસ આગળ છે. 

આ પણ વાંચો….

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ(Ramnath kovind) બે દિવસીય ગુજરાતની મુલાકાતે, નાયબ મુખ્યમંત્રી અને રાજ્ય ગૃહમંત્રીએ કર્યુ સ્વાગત