pjimage 1 1554818409 edited

આખરે સોનાક્ષીનું સ્વપ્ન પૂર્ણ થયું, કામ કરવાનું શરુ કર્યું ત્યારથી આ ખરીદવાનું જોતી હતી ડ્રિમ

pjimage 1 1554818409 edited

બોલિવુડ ડેસ્ક, 24 જાન્યુઆરીઃ સોનાક્ષી સિન્હાએ જ્યારથી ઇન્ડરસ્ટ્રીમાં કામ કરવાનું શરુ કર્યું છે ત્યારથી તે પોતાનું ઘર ખરીદવા માંગતી હતી. સોનાક્ષીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘મેં જ્યારથી કામ કરવાની શરૂઆત કરી હતી, ત્યારથી મારું સપનું હતું કે હું 30 વર્ષની થાઉં તે પહેલાં મારી મહેનતની કમાણીથી મારું પોતાનું ઘર ખરીદીશ. જોકે, થોડાં વર્ષ પહેલાં મેં આ ડેડલાઈન ક્રોસ કરી લીધી છે, પરંતુ હવે મારું સપનું પૂરું થઈ ગયું છે.’

Whatsapp Join Banner Guj

આલિયા ભટ્ટ બાદ હવે સોનાક્ષી સિંહાએ બાંદ્રામાં 4 BHKનો ફ્લેટ ખરીદ્યો છે. આ ફ્લેટ ખરીદતાની સાથે જ એક્ટ્રેસે કરિયરની શરૂઆતમાં જે સપનું જોયું હતું, તે પૂરું થયું છે. 33 વર્ષીય સોનાક્ષીએ કહ્યું હતું કે હાલમાં તે પેરેન્ટ્સનું ઘર છોડીને પોતાના નવા ફ્લેટમાં શિફ્ટ થશે નહીં.

GEL ADVT Banner

વધુમાં સોનાક્ષીએ કહ્યું હતું, ‘મને ઘરમાં પરિવારની સાથે રહેવાની મજા આવે છે અને હાલમાં હું નવા ઘરમાં શિફ્ટ થવાની નથી. મેં આ ઘર મારું સપનું પૂરું કરવા માટે તથા રોકાણ માટે ખરીદ્યું છે.’

આ પણ વાંચો…

અમદાવાદથી ચાલતી કર્ણાવતી, સાબરમતી અને પટના એક્સપ્રેસના સમયમાં મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા ફેરફાર