અમદાવાદથી ચાલતી કર્ણાવતી, સાબરમતી અને પટના એક્સપ્રેસના સમયમાં મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા ફેરફાર

Train 1311 edited

અમદાવાદ, 24 જાન્યુઆરીઃ પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદની 02933/02934 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ, 09165/09166 અમદાવાદ – દરભંગા સાબરમતી એક્સપ્રેસ, 09167/09168 અમદાવાદ – વારાણસી સાબરમતી એકસપ્રેસ અને 02947/02948 અમદાવાદ – પટના એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેનો ના સમયમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. જેની વિગતો નીચે મુજબ છેઃ

Whatsapp Join Banner Guj
  1. તારીખ 27 જાન્યુઆરી, 2021થી દરરોજ ટ્રેન નંબર 02934 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી સુપરફાસ્ટ એક્સપ્રેસ સ્પેશિયલ સવારે 04.55 વાગ્યે અમદાવાદથી ચાલીને 12.05 વાગ્યે મુંબઈ પહોચશે.
  2. વાપસીમાં ટ્રેન નંબર 02933 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ કર્ણાવતી સુપરફાસ્ટ એક્સપ્રેસ સ્પેશિયલ તારીખ 27 જાન્યુઆરી, 2021થી દરરોજ 14.05 વાગ્યે મુંબઈ સેન્ટ્રલથી ચાલીને રાત્રે 21.05 વાગ્યે અમદાવાદ પહોંચશે.
  3. ટ્રેન નંબર 09165 અમદાવાદ દરભંગા સાબરમતી એક્સપ્રેસ સ્પેશિયલ તારીખ 27 જાન્યુઆરી, 2021થી આગામી સૂચના સુધી દર બુધવાર, શુક્રવાર અને રવિવારે રાત્રે 23.00 વાગ્યે અમદાવાદથી ચાલીને ત્રીજા દિવસે સાંજે 18.50 વાગ્યે દરભંગા પહોંચશે.
  4. વાપસીમાં ટ્રેન નંબર 09166 દરભંગા – અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ સ્પેશિયલ તારીખ 31 જાન્યુઆરી,2021થી દર સોમવાર, બુધવાર અને શનીવારે સવારે 04.37 વાગ્યે દરભંગાથી ચાલીને ત્રીજા દિવસે રાત્રે 01.10 વાગ્યે અમદાવાદ પહોંચશે.
  5. ટ્રેન નંબર 09167 અમદાવાદ – વારાણસી સાબરમતી એકસપ્રેસ સ્પેશિયલ તારીખ 28 જાન્યુઆરી, 2021થી દર સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવારે 23.00 વાગ્યે અમદાવાદથી ચાલીને ત્રીજા દિવસે સવારે 09.45 વાગ્યે વારાણસી પહોંચશે.
  6. વાપસીમાં ટ્રેન નંબર 09168 વારાણસી – અમદાવાદ સાબરમતી એકસપ્રેસ સ્પેશિયલ તારીખ 31 જાન્યુઆરી,2021થી દર મંગળવાર, ગુરુવાર, શુક્રવાર અને રવિવારે બપોરે 14.30 વાગ્યે વારાણસી થી ચાલીને ત્રીજા દિવસે રાત્રે 01.10 વાગ્યે અમદાવાદ પહોચશે.
  7. ટ્રેન નંબર 02947 અમદાવાદ – પટના અજીમાબાદ દ્રિસાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ સ્પેશિયલ તારીખ 27 જાન્યુઆરી, 2021થી દર સોમવાર અને બુધવારે રાત્રે 21.50 વાગ્યે અમદાવાદથી ચાલીને ત્રીજા દિવસે 04.10 વાગ્યે પટના પહોચશે.
  8. વાપસીમાં ટ્રેન નંબર પટના – અમદાવાદ અજીમાબાદ દ્રિસાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ સ્પેશિયલ તારીખ 29 જાન્યુઆરી, 2021થી દર બુધવાર અને શુક્રવારે રાત્રે 23.45 વાગ્યે પટનાથી ચાલીને ત્રીજા દિવસે રાત્રે 03.50 વાગ્યે અમદાવાદ પહોંચશે.
    ઉપરોક્ત તમામ ટ્રેનો આગામી સૂચના સુધી ઉપરોક્તાનુસર આપવામાં આવેલ સમય સરણી મુજબ ચાલશે.

આ પણ વાંચો…

ભારતે કોઇ પણ શરત વિના બાંગ્લાદેશને આપી કોરોના વેક્સીન, ચીને માંગ્યો હતો ખર્ચોઃ પહેલા 20 લાખ ડોઝની ભેટ આપી, ત્યાર બાદ 3 કરોડ ડોઝની ડીલ થઇ..!